________________
૩૩૪
સધ યાને ધર્મનું સ્વરૂપ આ બાજુ જૈન સાધુ અંદર જતાં દરવાજા બંધ થઈ ગયા. તેથી દગલબાજીની રમત મારા માટે થઈ છે એમ એ સાધુ સમજી ગયાં. અંદર વેશ્યા હતી. તેણે પણ પોતાની ચેષ્ટાઓ કરવાનું ચાલુ કર્યું. ત્યારે સાધુ માત્માએ વેશ્યાને કહી દીધું કે તારે જે કાંઈ કરવું હોય તે મારાથી દૂર રહીને કરજે. મારી આગળ આવીશ તે બળીને ભસ્મ થઈ જઈશ અને તે વખતે તપસ્વી સાધુને ચહેરા જેને વેશ્યાને પણ ધ્રુજારી છૂટી. એટલે એક ખૂણામાં બેસી ગઈ. કેવું હશે એ તપ અને ચારિત્રનું તેજ? જેનાથી વેશ્યાને પણ ગભરાટ છૂટી ગયે. જૈનધર્મના શાસનદેવે આવા વખતે અંતરીક્ષ મદદ કરતાં હોય છે.
હવે સાધુ મહાત્માએ વિચાર્યું કે હું ભલે ચેખો છું પણ આ રીતે સવારના બહાર નીકળીશ તે મારા જૈન ધર્મની નિંદા થશે. અને એ નિંદાથી ઘણાએ પાપકર્મને બાંધી લેશે. એટલે ધર્મની નિંદા થતી અટકાવવા પોતાના બધા કપડા ઉતારી ફક્ત એક વંગેટ રાખીને દી બળતે હતો તેનાથી એ એ જૈન ધર્મના પ્રતિકને પણ કપડા સાથે બાળી નાખે. ફક્ત એની લાકડીને ટુકડો રાખ્યો. અને રાખ આખા શરીરે લગાવી દીધી. આખી રાત કાઉ
સગ ધ્યાનમાં રહીને ધર્મ આરાધનામાં રહ્યાં. સામે ખૂણામાં વિશ્યા તે સાધુ મહાત્માનું તેજ જોઈને જતી ધ્રુજતી - આખી રાત પસાર કરી. (આ તેજ હતું સંયમનું)
આ બાજુ શ્રેણક રાજાએ સવારના નગરીમાં ઢંઢેરો