________________
સધ યાને ધર્મોનું સ્વરૂપ
-:શ્રેણીક રાજાને સમ્યક્ત્વની પ્રાપ્તિઃરાજગૃહી નગરીની બહાર મ`તિકુક્ષી નામે એક મનેાહર ઉદ્યાન હતું. આ ઉદ્યાનમાં સાધુ સન્યાસીઓ ઉતરતા. અને શ્રીમ'ત તથા સહેલાણીએ પણ સહેલ કરવાને આવતાં. પના દિવસે તે આ ઉદ્યાનમાં માનવ મેળેા જ જામતા.
૩૩૬
મગધરાજ શ્રેણીકને આ ઉદ્યાન ઘણું પ્રિય હતું તેથી તેએ વારવાર અહીં આવતા. આજે તેવા જ એક પ્રસંગ હતા. જ્યારે તે પેાતાની સાથેના સેવકોને દર બેસાડીને પોતે એકલા ઉદ્યાનમાં વિહરી રહ્યા હતાં. ત્યાં વૃક્ષના મૂળની પાસે થોડે દૂર બેઠેલા એક નવયુવાન મુનિ તરફ તેમનુ ધ્યાન ખેંચાયું. અંગ પર એક જ વસ્ત્ર હતું. સ્થિર બેઠેલા હતા, નયના બીડેલાં હતાં, મંન પુરેપુરૂ ધ્યાનમાં નિમજ્જ હતુ, તેમના દેહ ગૌર વર્ણો હતેા. મુખ પર તેજ વ્યાપેલું હતું અને સૌમ્યતા તથા સજ્જનતા સ્પષ્ટ તરી આવતાં હતાં. મુનિવરના આ વ્યક્તિત્વ મંગધરાજ પર ખૂબ ઊંડી અસર પડી. તેમણે આજ સુધી અનેક બ્રાહ્મણ્ણા અને શ્રમ જોયાં હતાં, અનેક રિવાજકોનો પિરચય કર્યાં હતા. પરંતુ તેમાંનાં કોઈએ આ મુનિવર જેવી છાપ તેમના હૃદયમાં અંકિત કરી ન હતી. મગધરાજનું ઉન્નત મસ્તક સ્વાભાવિક રીતે તેમને નમી પડયું. તેમણે ત્રણ પ્રદક્ષિણા દઈને એ મુનિરાજ પ્રત્યે પેાતાના ભક્તિભાવ પ્રગટ કર્યાં. અને બે હાથ જોડીને બહુ દૂર પણ નહી અને બહુ નજીક પણ નહી એવી રીતે તે મુનિવર સમક્ષ ઉભા રહ્યા. આ નિમિત્ત શ્રેણીક રાજાને મિથ્યાત્વમાંથી નીકળી સમકિતને પામવા માટેનું હતું).