________________
૩૪૦
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ | મુનિવરે કહ્યું: “હે રાજન ! તું અનાથ અને સનાથના ભાવને સમજે નથી. આ ભાવ સમજવા માટે તારે મારા પૂર્વ જીવનને કેટલેક ભાગ જાણવો પડશે. એ તને ટુંકામાં કહી સંભળાવું છું ?”
તે વખતે મુનિવરે ઈશારે કરવાથી મગધરેજ નીચે બેઠાં અને નિગ્રંથ મુનિના પવિત્ર મુખમાંથી કેવી વાત આવે છે તેની આતુરતાથી રાહ જોવા લાગ્યા.
મુનિવરે કહ્યું: “હે રાજન ! છઠ્ઠી તીર્થકરથી પપ્રભ સ્વામીના પવિત્ર ચરણથી પાવન થયેલી અને ધન ધાન્યથી અતિ સમૃદ્ધ કૌશાંબી નગરીમાં મારા પિતા રહેતા હતા. તેઓ પ્રભુત ધન સંચયને લીધે બધા ધનપતિઓમાં અગ્રેસર હતા. હું મારા પિતાને બહુ લાડકવા પુત્ર હતો, તેથી તેમણે અનેક જાતના લાડકોડમાં મને ઉછેર્યો હતે. અને મને વિવિ કળાઓનું શિક્ષણ આપવા માટે પ્રસિદ્ધ કળાચાર્યોને કર્યા હતા. યેગ્ય ઉમરે એક કુળવંતી સુંદર લલના સાથે લગ્ન થયાં હતાં ને અમારો સંસાર એકંદર સુખી હતા. વ્યવહારનું કાર્ય મોટા ભાગે પિતાજી સંભાળતા. અને વેપારનું કાર્ય વાણોતર, ગુમાસ્તા સંભાળતા હતા. એટલે મારા માથે કોઈ જાતને ભાર ન હતું. હું મોટા ભાગે મિત્રોથી વિંટળાયેલે રહેતા અને મન ફાવે ત્યાં ફરવા જત. દુઃખ, મુસીબત કે પીડા શું કહેવાય તેની મને ખબર ન હતી.”