________________
ખડ : ૨ જો
૩૩૫
પીટાવ્યો કે અમુક મંદિર પાસે બધાએ આવી જવુ ત્યાં જૈન સાધુ કેવા છે તે જોવા મલશે. અને શ્રેણીક મહારાજે પાતાની શ્રી ચેલણાને કહ્યું કે ચાલ હવે તને તારા સાધુ બતાવુ. ત્યારે પણ ચેલાએ શ્રેણીક રાજાને કીધું કે હે સ્વામિન્! અમારા સાધુ નિહ હશે. પણ તમારા સાધુ હશે. વિચારો ! ચેલણાને કેટલી અટલ શ્રદ્ધા હો પાતાના ધર્મગુરૂ પર. ત્યારે આવાં શબ્દો આત્મામાંથી નીકળતાં હશે.
આ બાજુ તે નગરીમાંથી લોકોના ટોળાના ટોળા મ'દ્વિર પાસે ભરાઈ ગયાં. તમાસાને તેડું હાતુ નથી.
શ્રેણીક મહારાજાએ આવીને ચાવી સેવકને આપી અને દરવાજો ખોલાવ્યા. ત્યાં તે અંદરથી બ્રહ્મજ્ઞાની કરતાં અલક જગાવતો ખાવા નીકળ્યા. તેને જોઇને ચેલણાએ શ્રેણીક રાજાને કીધુ કે આ મારા ગુરૂ છે કે તમારા ! તે ખરાખર જોઈ લ્યા. શ્રેણીક તો આ બાવાને જોઇને ભાંઠો પડી ગયા. ત્યાં તે પાછળ ધ્રુજતી ધ્રુજતી વેશ્યા નીકળી ને ભાગતી ઘેર ગઇ.
પછી શ્રેણીક રાજાએ વેશ્યાને પાતાને ત્યાં ખેલાવીને હકીકત પુછી તો વેશ્યાએ કીધુ કે રાજા બીજું ગમે તેવું કાર્ય કરવાનું કહેજો પણ જૈન સાધુની છેડતી કરવાનું કોઈ દિવસ મને કહેતા નહી. અને રાતની અનેલી હકીકત !!જાને કહી.
સાધુએ તેા ફરીથી ચારિત્ર ગ્રહણ કરી પ્રાયશ્ચિત્ત લેવા
તપ કર્યું.