________________
૨૯૭
અખંડ : ૨ જે
જે આપણા મનમાં આવી ઉત્તમ ધર્મ અને ભક્તિ વસી જાય તે એક ક્ષણમાં સંસારની બલા દૂર થઈ જાય. અને શાશ્વત સુખના આપણે ભક્તા બની જઈએ.
(કુમારપાલ રાજાને પૂર્વભવ સમાપ્ત) ઋષભદેવ પ્રભુના સ્તવનમાં કહ્યું છે કે :
ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કેઈન મુક્તિ જાવે, હે પ્રભુજી એલંભડે મત ખીજો.”
કલિકાલમાં પણ જે આત્માને જીવન જીવવાની કળા પ્રાપ્ત થાય તે આત્મા સુખ, સંતોષ અને સમાધિપૂર્વક જીવન યાપન કરી શકે.
અનાદિ કાળથી ધર્મકળા વિહીન જીવન વીત્યું જેથી આત્માને ઉદ્ધાર થઈ શક્યો નહિ. આજે આપણને ધર્મકળા રૂપ જીવનકળા પ્રાપ્ત થઈ છે. તે પ્રમાદ કર્યા વિના જીવનને ધર્મમય એવું બનાવી દો કે જેથી આ ભવ કે પરભવ જ નહી પણ અનંત ભવ સુધરી જાય. અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓને આ જગત ઉપર અવર્ણન નીય ઉપકાર છે. એ પરમ તારકેના આત્માઓએ જગતને સાચી જ્ઞાનદૃષ્ટિ આપી છે. તેની ખરેખરી સમજ જીવને આવી જાય અને અનંત જ્ઞાનીની આજ્ઞા મુજબ જીવન જીવવાનો નિશ્ચય થઈ જાય તે તે પોતે પણ પૂજક મટી પૂજ્ય બની જાય.