________________
૨૯૮
સબધ યાને ધર્મનું સ્વરૂપ આ કયારે બને જ્યારે જીવની પરિપક્વતા થાય છે ત્યારે જ જીવને ગુરૂને સમાગમ થાય છે. અને તેના વેગે આત્મા સમ્યકત્વને પામીને પૂજ્ય બની શાશ્વતા ગુખને પામી જાય.
અરિહંત પરમાત્માના આત્માઓ પણ એક કાળે આપણી જેમ સંસારમાં ભટકતાં હતાં. પરંતુ સદ્ગુરૂના વેગે એમનામાં સાચી સમજ પેદા થઈ. અને તે પછી એમનામાં એવી એક ઉત્કૃષ્ટ કોટિની ભાવદયા જન્મી કે “આ જગતમાં સંપૂર્ણ સુખને આપના શ્રી વીતરાગ દેવનું શાસન વિદ્યમાન છતાં, જગતના સઘળા જે દુઃખી કેમ છે? શા માટે સંસારમાં ભટકે છે? મારામાં જે તાકાત આવે તે એ બધા જવામાં સર્વ દુઃખોના કારણરૂપ જે વિષય-કપાયને રસ ભર્યો છે તે નીચવી નાખ્યું અને શાસનનો રસ ભરી દઉ. કે જેના પ્રતાપે તે બિચારા જે ભગવાનના માર્ગને પામે. આરાધે અને આત્મગુણોના ભક્તા બની શાશ્વત સુખને પામે !”
આ ભાવદયાના બળે જે એ પરમ તારના આત્માઓ શ્રી તીર્થકર નામ કમની નિકાચતા કરે છે અને પછી શ્રી તીર્થકર તરીકે જન્મી, યથાયોગ્ય કાળે સઘળી રિદ્ધિસિદ્ધિ, સુખ-સાહ્યબી, સંપત્તિ આદિને ત્યાગ કરી, અણ ગાર બની, ઘર ઉપસર્ગો તથા કઠોર પરિપહો સહન કરી, મેહને મારી વીતરાગ થઈ સંપૂર્ણ જ્ઞાન પામી જગતના જેના ભલા માટે શ્રી જિનશાસનની સ્થાપના કરે છે.