________________
ખંડ : ૨ જે
શ્રી તીર્થંકર પરમાત્માના આત્મા તીર્થંકરના ભવથી. આગળના ૩જા ભવમાં,
વસ સ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવ દયા દીલમાં ધરી. જો હેવે મુજ શક્તિ ઈસી, રવિ જીવ કરૂં શાસન રસી. શુચિરસ ઢલતે તીહાં બાંધતાં, તીર્થકર નામ નિકાચતાં.”
અર્થ તીર્થકર ભગવતે પ્રથમ પૂર્વે સભ્યત્વ પ્રાપ્ત કરી, અનુકને ચારિત્રને અંગીકાર કરી, વિધિપૂર્વક વીશસ્થાનક તપનું આરાધન કરી. આ પ્રમાણે મનમાં ભાવ દયા ધારણ કરતા હતાં. જે મારામાં શક્તિ હોય, તે સર્વ જીવન વીતરાગ શાસનના ધર્મમાં જડી દઉં. આ પ્રમાણે નિરંતર નિર્મળભાવના ભાવતાં તીર્થકર નામકર્મ નિકાચેત કરે છે. અને તીર્થકર થયા પછી જિનશાસનની સ્થાપના કરે છે.
શ્રી તીર્થ કર દેવેએ સ્થાપેલા શ્રી જિનશાસનને એકજ સાર છે કે જગતના સઘળા જે સુખ અને સુખની સામગ્રી ઉપરના રાગના વેગે અને દુઃખ અને દુઃખની સામગ્રી ઉપરના દ્વપના વાગે અનાદિ કાળથી સંસારમાં ભટકયા કરે છે. તેઓ જે જાતનું સુખ છે છે; તે આ સંસારમાં છે જ નહિ. સંસારનું જે સુખ છે તે દુઃખથી મિશ્રિત છે; અધૂરું છે.