________________
૩૧૮
સદધ યાને ધર્મનું સ્વરૂપ પણ કરતાં નથી. જે દેશે તુષ્ટમાન હોય તે દેવનું દર્શન ફેગટ જાય નહીં કાંઈકને કઈક આપીને જાય. દેવામાં માનવ કરતાં શક્તિ વિશેષ છે. તેની ના નહિ, પરંતુ આપણા કર્મમાં (ભાગ્યમાં) હોય એટલું જ આપણને મલે. આપણા ઉપર ગમે તેટલે દેવ પ્રસન્ન હોય પરંતુ તેઓ પણ આપણા અશુભ કર્મના ઉદયને નિવારી શકતાં નથી. અને દેવતાઓ સંસારજ આપે મુક્તિ ન આપે. કારણ કે તેઓ આપણી જેમ ચાર ગતિમાની દેવ ગતિમાં છે તેને પણ આવીને (જન્મ લઈને) પાછા સંસારની કઈ પણ ગતિમાં કડવાનું છે. એટલે તે આ અનુષ્ય ભવને દેવ દુર્લભ ક છે. મનુષ્ય ભવમાં જ મુક્તિ મળે છે.
હવે મૂળ વાત ઉપર આવીએ. બીજા દિવસે દેશવ એક નગરમાં દાખલ થશે. અને પાર કર્યું. તે દિવસ ત્યાં પસાર થયા. હવે તે રાત્રે સૂતા છે. ત્યાં ગામને રજા અપુત્રીઓ મરણ પામે છે એટલે મંત્રી વગેરે પંચ દિવ્ય કરે છે, તેમાં હાથણીની સૂટમાં કળાશ આપી નવા રાજાની શોધમાં નીકળે છે. (તે કાળે એ રિવાજ હ. અત્યારની જેમ બહુમતિને તમાસો ન હતો કે તે હકથી ચડતાં ચાલતાં જ્યાં કેશવ સૂતે છે ત્યાં આવે છે. અને તેના માથે કળશ ઢળે છે. એવી રીતે બીજા પણ ચાર દિવ્યો થાય છે. આથી મંત્રીઓ વગેરે તેને રાજા તરીકે સ્વીકાર કરી, રાજ મહેલમાં લઈ જાય છે અને તેને ગાદીએ બેસાડી તેને વિધિસર અભિષેક કરે છે. આ રીતે દેવનું આપેલું