________________
ખંડ : ૨ જે
૩૧પ. આવી પહોંચે તે તેને જમાડીને જમવું. તેઓ કેશવને જોતાં હર્ષમાં આવી ગયાં. અને તેને જમાડવાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ કેશવે જણાવી દીધું કે “મારે જમવું નથી માટે કંઈ પણ તૈયારી કરશે નહી.”
લકે તેમને વિનવે છે કે ભાઈ આમ શા માટે કરે. છે? અમે બધા અહી ભૂખ્યા બેઠા છીએ. તમે જમી , એટલે અમે પણ જમી શકીએ. સાત દિવસના કડાકા છે. લેકેની ખૂબ વિનંતિ છે. આ કેશવ પિતાની પ્રતિજ્ઞામાંથી ચલતે નથી. તે લેકેને નમ્રતા પૂર્વક કહે છે કે મારે રાત્રે નહી ખાવાની પ્રતિજ્ઞા છે. માટે તમે સવાર સુધી ભી જાઓ. પછી હું જમીશ. તેઓ કહે છે કે જે તમે અત્યારે નહી જનો, તે તે વાત આવતી કાલ મધ્યરાત્રિ પર જશે. અને ત્યાં સુધીમાં કેટલાક ભૂખના માર્યા મરી જશે. માટે ભલા થઈને અમારું માને. તમારે રાત્રે ન જમવાની પ્રતિજ્ઞા હોય તે પણ ઘણોના કલ્યાણની ખાતર રાત્રે જમે. પરંતુ એ વચને કેશવને તેની પ્રતિજ્ઞામાંથી ચલાવી શકયા નહી.
હવે એ જ વખતે યક્ષ પ્રગટ થયે અને હાથમાં મુદ્ગર લઈ કેશવની સમક્ષ આવ્યું તે કેધથી ધમધમત મોટા અવાજે કહેવા લાગ્યો કે આ લેકેનું કહ્યું તું કેમ માનતા નથી ? જે જીવવું હોય તે અત્યારે જ જમી લે, નહિ તે આ મુદ્દેગરથી તારું માથું ફેડી નાખીશ.
(કેવી પ્રતિજ્ઞાની કસોટી થઈ રહી છે અને થાય જ). યાત્રાળુઓ યક્ષને જોઈ હર્ષના પિકાર કરવા લાગ્યા..