________________
ખંડ : ૨ જે
૩ર૩ ગાયે હતી. તેની માલીકીનાં પાંચ હાટ પોલાસપુર નગરીની બહાર આવેલાં હતાં. તેઓ વાસણ તથા બીજી વસ્તુઓ બનાવતા હતા. અને રાજમાર્ગમાં લઈ જઈને વેચતાં હતાં. સદ્દાલપુત્રની પત્નીનું નામ અગ્નિમિત્રા હતું.
સાલપુત્ર ગોશાળાને ભક્ત હતા. એટલે નિયતિવાદમાં દઢ શ્રદ્ધાવાળે હતે. એકવાર તે પિતાના બગીચામાં બેઠે હતો. ત્યાં આકાશવાણી થઈ કે “આવતી કાલે અહીં એક સર્વજ્ઞ, સર્વદર્શી, શૈલેય પૂજિત મહાપુરૂષ પધારશે. તેમને તું વંદન કરજે. અને અશન–પાનાદિનું નિમંત્રણ કરજે.”
સલપુત્ર સમજે કે આવા મહાપુરૂષ તે મારા ગુરૂ ગોશાલક વિના બીજા કોઈ હેય નહી. પરંતુ બીજા દિવસે શ્રમણ ભગવાન મહાવીર ત્યાં પધાર્યા. આકાશવાણી સાંભળી હતી એટલે સાલપુત્ર તેમનાં દર્શને ગયે. તે વખતે ભગવાને આકાશવાણીની વાત કહી. આથી સદ્દાલપુત્ર આશ્ચર્ય પામ્યું અને તેમના પ્રત્યે શ્રદ્ધાવાળે છે. પછી તેણે ભગવાનને પિતાને જોઈતી વસ્તુઓ લેવાનું નિમંત્રણ આપ્યું.
એકવાર સાલપુત્ર કાચા વાસણોને તડકે સુકવતું હતું, ત્યાં ભગવાન પધાર્યા. અને તેમણે કહ્યું, “હે સદ્દલપુત્ર! આ વાસણ કેવી રીતે બન્યું છે?”
- સાલપુત્રે કહ્યું, “ભગવાન, પહેલાં તે તે માટી રૂપે હતું. પછી તેને મસળીને ચાકડે ચડાવવામાં આવ્યું, ત્યારે હવે આ વાસણરૂપે બન્યું છે.”