________________
ખંડ : ૨ જે
૨૮૧ મળ્યું હોય પણ ભાન આવે જ નહી. પછી એ જાણપણાની કિંમત કશી જ નહીં. જ્ઞાનીઓ તે જણાવે છે કે જેમ ચંદનના ભારને ઉપાડનાર ગધેડો ભારને જ વહન કરે છે. પણ ચંદનની સુગધ મેળવી શક્યું નથી એવી જ રીતે જ્ઞાન હાય પણ આચરણમાં શૂન્ય હોય તે એ જ્ઞાન એને ઉદ્ધાર કરી કરી ન શકે! ઉદ્ધારની વાત હવામાં અદ્ધર લટકતી જ રહી જાય. કુકર્તવ્ય કરવા જતાં પ્રાણીને અટકાવે એજ જ્ઞાન સાચું! બાકીનું જાણપણું બોજા રૂપ છે. આવા જાણપણને જ જ્ઞાનીઓએ ગધેડાના ભારની સાથે સરખાવ્યું છે.
-:કર્મ વિચાર:પ્રત્યેક વ્યક્તિ પોતાના (કર્મ) કૃત્ય માટે તે જ જવાબદાર છે. “કરે તેવું પામે અને વાવે તેવું લ” એ કર્મવાદને સનાતન નિયમ છે. માણસે કર્મવાદના જ્ઞાનને ખરો ઉપયોગ કેઈ પણ કાર્ય આરંભ કરતી વખતે કરવાનો છે. સારા કામનું ફળ સારું અને બુરાનું બુરું એ નિયમ જે ધ્યાનમાં રખાય તે માણસ અશુભ કાર્ય (કર્મ) કરતાં કંપે, અચકાય અને સત્કાર્ય કરેવા તરફ જ પ્રેત્સાહિત રહે. પૂર્વે કરેલાં દુષ્કર્મોનાં કસુફળ ભોગવવા વખતે તત્સંબંધી વિચાર કરવા કે રોવા બેસવું એને કોઈ અર્થ નથી. સંસારના જે મૂળ રૂપે, કષાય કેળવ્યાં; દુઃખના જે ડુંગરે, પાપથી મેં મેળવ્યાં.