________________
સબોધ યાને ધર્મનું સ્વરૂપ છે. તે સમજી લેવું કે સમાજ ત્યાગની પાસે ત્યાગનું છડે ચેક લીલામ કરાવી રહ્યો છે. (કારણ સમાજ એ (સંધ) પચીસમો તીર્થકર છે) અને કેટલીક વખત સાધુઓ પણ પિતાની ફરજને ભૂલી જઈ અવળે પંથે વિચરી રહ્યા છે.
- સાધુજીવન એ સાધક અવસ્થા છે“સાધુ નામે સાધે કાયા, પાસે ન કવડી માયા; એક લે ઓર દેન દેવ, ઈસ્કા નામ સાધુ કહે."
એટલે એક લે તે પિતાના આત્માને પરમાત્મા બનાવવા માટે. પરમાત્માનું જ નામ સ્મરણ કરે અને દેન દેવે એટલે કેઈને શ્રાપ ન આપે, અને કોઈને સંસારના સુખના આશીર્વાદ ન આપે. દિવસે દિવસે અને જયાં ત્યાગનું જ વાતાવરણ જગાવવાની જરૂર છે ત્યાં જ ત્યાગને દૂર મુકાતા જાય છે. ત્યાગી સંસ્થા પાસે પણ સમાજ ખૂબ ત્યાગ વિહીન આચરણ કરાવવા પ્રયત્નશીલ બની રહ્યો છે. આવી અવસ્થામાં નક્કી માનજે કે શાસનનું ભાવી ઉજજવળ નથી બનાવી રહ્યા પણ શાસનના ભાવીને જોખમમાં મુકી રહ્યા છે.
મૂળ વાત એ છે કે યશોભદ્રસૂરિજી ત્યાગનું વર્ણન, સાધુત્વનું સ્વરૂપ ઓઢર આગળ વર્ણવી રહ્યાં છે.
– આ ઉત્તમ ધર્મ :ઓઢર સાંભળી રહ્યો. જ્યાં કંચનને સ્પર્શ થાય નહી, મણી અને લેખંડ પર સમબુદ્ધિ હોય, કઈ પણ કાર્ય નિમિત્તે પણ છકકાયની જે કદી વિરાધના કરે નહિ, કરાવે