________________
૨૭૨
સબોધ યાને ધર્મનું સ્વરૂપ હોય તે અપરિપક્વ વયનાં બાળકને કેવા સંસ્કાર પડે. અને સિનેમા, ડિટેકટીવ નેવેલે જેવા ખરાબ સાહિત્યનું વાંચન એનાથી બાળકે કદી સારા બની શકનાર નથી. કેવા હતા ભારતની આર્યસંસ્કૃતિનાં સંસ્કાર.
-: માતૃભક્ત બાળક :– એક નાને છોકો હંમેશા પિતાની માતાની આજ્ઞા માનતે હતો. માની સેવા કરવી, માતાને સુખ આપવું અને માતાને આનંદિત રાખવી, તેનું કહ્યું માનવું એ જ તેને મન સર્વસ્વ હતું. માની સેવા કરવામાં પિતાને કંઈ કષ્ટ પડે તે તેના જીવનની સાર્થક્તા માન. રેગચાળાનાં દિવસે ચાલતાં. હતાં. રોગથી રોગચાળાનાં પવનમાં તેની મા માંદી પડી. છેક તેની માની ચાકરી કરવામાં સંપૂર્ણપણે ધ્યાને રાખો. એક રાત્રે તેની માએ દીકરાને કહ્યું, બેટા મને તરસ લાગી છે. પાણી લાવ, છોકરે ઝપાટાબંધ પાણીને પ્યાલે લઈ મા પાસે આવ્યો. પણ ત્યાં સુધીમાં તે એની માને ઉંઘ આવી ગઈ હતી. ઉંઘમાંથી માને જગાડવાનું છોકરાને પિતાનાં કર્તવ્ય પરાયણતાને ભંગ થતું હોય તેમ લાગ્યું તેથી છેકરે. પાણીને પ્યાલે લઈ છાને માને માના ખાટલા પાસે ઉભો. રહ્યો. (કારણ કે તેને એમ થયું કે હું ઉંઘી જાઉં અને મા જાગી જાય તે પાણી આપી શકું નહીં, તે માની ઉડવાની રાહ જોતા હતા. પણ તેની મારી માને સારી પેઠે ઉંઘ આવી ગઈ હતી. તેથી તે આખી રાત ખડે પગે ઉભે. રહ્યો. સવાર થતાં જ્યારે તેની મા જાગી ત્યારે તેણે જોયું