________________
ખંડ : ૨ જે ડાકુનું જીવન જીવતે હવે તે કુમારપાળ રાજા થયો અને (ટુંકા ગાળામાં) થોડાક ભવમાં જ ગણધર પદવી પામીને ક્ષમાં પણ ચાલ્યા જશે.
- કુમારપાળ રાજાને પૂર્વભવ
જ્યાં સુધી ધર્મકળાને જીવનમાં સ્થાન ન અપાયું હોય ત્યાં સુધી પ્રાપ્ત થયેલી બીજી કલાઓ એકડા વિનાનાં મીંડા જેવી છે. ગમે તેટલા મીંડા હોય પણ એની કિંમત શું ? વિજ્ઞાનની વહારે દોડતાં મહાનુભાવો હૃદયમાં વિચારજે કે અમારા હૃદયમાં ધર્મના સ્થાન પણ છે ખરા? ધર્મનું સાચું સ્વરૂપ જ્યાં સુધી સમજાયું ન હોય ત્યાં સુધી એ ધર્મ હૃદયમાં રૂચે પણ નહિ. કદાચ રૂચે તે એને આદરી ન શકે અને આદરે તો પૂર્ણ રૂપે પાળી શકે નહિ. માટે જ ધર્મ કળાને હૃદયમાં પહેલું સ્થાન આપવું જોઈએ. આ કળા જેના હાથમાં આવી એજ સાચી રીતે જીવન જીવી શકે છે. બીજને આદર્શ સ્વરૂપ બની શકે છે.
પલ્લી પતિ જયતાક:-મેવાડ દેશમાં છેક ઊંચા પર્વતની શ્રેણી પર પરમાર વંશમાં ઉત્પન્ન થયેલ જ્યતાક નામને રાજપુત્ર હતું. તે રાજપુત્ર પસંસર્ગોના દેવથી ચોરી કરતાં શીખી ગયે.
બત તેવી અસર:- સજજન પુરૂષની સોબતથી દેષપણ ગુણ રૂપે બની જાય છે. અને દુર્જનનાં સંસર્ગથી સુગુણ પણ દુર્ગુણમાં ફરી જાય છે. આજે વ્યવહારમાં પણ