________________
૨૫૪
સોધ યાને ધનુ સ્વરૂપ
-:ધ દેશનાઃ
મહાનુભાવા:–આ દુનિયામાં રહેલાં જીવા આ ભવચક્રમાં અનાદિકાળથી પરિભ્રમણ કરતાં અનેક પ્રકારનાં અસહ્ય દુઃખાના અનુભવ કરે છે, અનેક યાનીમાં, જાતિ અથવા ઉત્પત્તિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે, અને વિલય થાય છે. અંત નહિ આવવાનું કારણ જીવા પોતે પોતાને ઓળખી કે જાણી શકતાં નથી અને તેથી આ દુનિયામાં ક્ષણિક, તુચ્છ, વિનશ્વર અને વિરસ પિરણામવાળા સુખ મેળવવા માટે અનેક પ્રકારનાં પાપ કર્યા કરે છે. પણ તેને સુખ મળતુ નથી. જે મળે છે તે થોડો વખત રહી વિલય પામી જાય છે, ચાલ્યું જાય છે, કે નાશ પામે છે અને છેવટે નિરાશા જ મળે છે. જે સુખ આવીને ચાલ્યું જાય તે શાશ્ર્વત્ ન જ કહેવાય. શાશ્ર્વત્ સુખ તેા તેજ કહેવાય કે જેને કોઇપણ વખત નાશ જ ન થાય અને કાયમ બન્યું રહે. આવુ શાશ્ર્વત્ સુખ આ દુનિયાનાં પાંચ ઈંદ્રિય સંબંધી વિષયામાંથી કોઇપણ વખત મળી શકવાનું જ નથી, છતાં તેને માટે અનિશ તેમાં જ પ્રયત્ન કરવા તે ખરેખર અજ્ઞાનતા કે મુર્ખતા જ છે.
ખરૂ સુખ પાતાના આત્મા સિવાય કોઈપણ સ્થળે છે જ નહિ. તે સુખ માટે બહાર પ્રયત્ન નહિ કરતાં પેાતાના સ્વભાવમાં આવવુ જોઈ એ. અને 'તરમાં ઉછળતાં વિષય—લાભ, તૃષ્ણા વિગેરેનાં કલ્લાલાને શાંત કરવા જોઇએ. તે શાંત થયા સિવાય આત્મશોધનને, આત્મવિશુદ્ધિના પ્રયાસ કરવા નિરર્થક છે, ધારો કે એક પાણીના ભરેલા