________________
ખંડ : ૨ જે
૨૬૧ ભગવાનની વાત કગેચર થતાં રાણી મૃગાવતી રહેજે આશ્ચર્યમાં ડુબી ગયાં. તરત જ રાણી મૃગાવતીએ પિતાના પુત્રોને વસ્ત્રાલંકારથી સજાવી હાજર કર્યા. શ્રીગણધર ભગવાન બોલ્યા હું તમારા આ પુત્રોને જોવા નથી આવ્યો, પણ જેને તમે ભૂમિગૃહમાં રાખ્યો છે તેને જોવા માટે હું અહીં આવ્યો છું.
આ શબ્દો સાંભળતાં જ રાજા-રાણીને આશ્ચર્યને પાર ન રહ્યો. કારણ કે આ પુત્રની વાત કઈ જાણતું નથી. અત્યંત ગુપ્ત રાખવામાં આવી છે. મૃગાવતી રાણીને ભારે અચંબો થયો, ત્યારે ભગવાન શ્રીગૌતમસ્વામીએ ખુલાસો કર્યો કે મહારાષ્ટ્ર માં આશ્ચર્યનું કંઈ કારણ નથી. દેવાધિદેવ સર્વજ્ઞ ભગવંત મહાવીર સ્વામી સાક્ષાત્ બિરાજતાં હોય એમનાં અલૌકિક જ્ઞાન આગળ શું છુપું રહી શકે ? તરત મૃગાવતી રાણીએ ગણધર ભગવંતને વિનંતિ કરી કે આપ વસ્ત્રથી મુખ બાંધી લે. કારણ કે ભોયરામાં રહેલાં મારા એ પુત્રના શરીરમાંથી અસહ્ય દુધ પ્રસરે છે.
એક નાની હાથગાડીમાં ભેજન સામગ્રી લઈ રાણી મૃગાવતીએ ભેંયરાનું ગુપ્ત દ્વાર ઉઘાડી તેમાં પ્રવેશ કર્યો. મૃગાલેઠીયાની મહાદુઃખી પરિસ્થિતિ નિહાળતાં શ્રી ગૌતમસ્વામી ભગવાન કવિપાકને વિચારવા લાગ્યા. મૃગાપુત્ર જન્મથી જ નપુંસક હતા, બહેરે હતો અને મુંગો હતો, આંધળે અને કોઢિયે હતે, શરીરમાંથી સતત