________________
૨૬૦
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ થઈ પાછે બહાર નીકળે છે. તેની બિભત્સ ધૃણાજનક આકૃતિ લેકેને કમકમાટી પેદા કરે તેવી છે. અનેક રોગોથી ઘેરાયેલી કાયાદ્વારા એ ભયંકર યાતના, તીવ્ર વેદના અને મહાદુઃખ ભોગવી રહ્યો છે. જ્યારથી એ જ છે ત્યારથી તેને ભંયરામાં રાખવામાં આવ્યો છે.
ભગવાન મહાવીર દેવનાં મુખકમલથી આ બધી હકીકત શ્રવણ કરી શ્રી ગૌતમસ્વામી તે જ વખતે ભગવંતની આજ્ઞા લઈ મૃગાલેઢીયાને જોવા માટે વિજય રાજાનાં રાજમહેલમાં પધાર્યા.
-કર્મવિપાક – શ્રી ગણધર ભગવંત જેવાં પુણ્યપુરૂષનાં પોતાં. પગલાં પોતાને ત્યાં થતાં કેને આનંદ ન થાય? શ્રી ગૌતમસ્વામીને નિહાળતાં જ સર્વનાં હૈયાં હર્ષથી હિલળે. ચડ્યાં. રાજાએ કહ્યું. આજ અમારા ધનભાગ્ય કે કલ્પવૃક્ષ, કામધેનુ, અને ચિંતામણીરત્ન કરતાં પણ અધિક એવાં પૂજ્યનાં પવિત્ર પાદકમલથી અમારું આંગણું પાવન બન્યું. રાજા વિજય, રાણી મૃગાવતી તથા સર્વેએ ગુરૂદેવને ભાવભર્યા પ્રણામ કર્યા. હર્ષથી પુલકિત બનેલી રાણી મૃગાવતીએ બે હાથ જોડી અંજલિ પૂર્વક ગણધર ભગવંતને વિનવણી. કરી. પ્રભે! ફરમાવે આપની શી આજ્ઞા છે? શ્રીગૌતમ સ્વામી ભગવાને જણાવ્યું કે મૃગાવતી હું આજે તમારા પુત્રને જોવા માટે અહીં આવ્યો છું. શ્રીગૌતમસ્વામી.