________________
ર૫૮
સબોધ યાને ધર્મનું સ્વરૂપ (૩) કષાય એટલે કે ધ, માન, માયા અને લેભ.
(૪) યુગઃ -એટલે મન, વચન, કાયાની પ્રવૃત્તિથી પણ આમા કર્મ બાંધે છે.
વધારામાં પ્રમાદ એટલે આળસ, નિદા, વિષયભોગ, વિકથા, અને મદ્યપાન, સાત વ્યસને આ બધાં કારગીએ પણ આત્મા કર્મબંધ કરે છે. પાપકર્મને વિપાક ને ભેગવવામાં આવે ત્યારે દારૂણ—હોય છે. શાસ્ત્રમાં તે માટે એક અસરકારક દષ્ટાંત છે.
પાપ કર્મને વિપાક ગવવા વખતે દારૂણ હોય છે. શામાં તે માટે અનેક અસરકારક દષ્ઠત છે તેમાં શ્રી મૃગાપુત્રનું દષ્ટાંત :- એક વાર પરમોપકારી શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામી પૃથ્વીલને પાવન કરતા મૃગ નામનાં ગામમાં સમવસર્યા. પરમાત્માની આજ્ઞા શિરસાવધ કરી શ્રીગૌતમ સ્વામી ભગવાન ગોચરી માટે નગરમાં પધાર્યા.
શ્રી ગૌતમસ્વામી – પ્રથમ ગણધર એટલે ભગવંતના મુખ્ય શિવ્ય હતાં. ચૌદ પૂર્વધર હતાં. અનેક વિદ્યામાં પારંગત હતા. દીક્ષા લીધી ત્યારથી બે ઉપવાસનાં પારણે બે ઉપવાસનાં પચ્ચખાણ કરતાં. ભગવંત ઉપર તેમને ઘણી જ ભક્તિ હતી. શ્રીગૌતમસ્વામીને આજે બે ઉપવાસનું પારાયું હતું. તેથી તેઓ જાતે જ નિર્દોષ ગોચરી લેવા માટે સાડા ત્રણ હાથ જમીન જેઈને ઈર્યાસમિતિપૂર્વક ચાલતાં હતાં. જેથી નાના–મેટાં કઈપણ જીવની ભૂલેચૂકે હિંસા ન થઈ જાય.