________________
ખંડ : ૨ -
૨પ૭ વિચિત્રતાનાં દર્શન થશે. અને વિવિધતાને ખ્યાલ આવશે. એક ગોરો, એક કાળ, એક મુખે, એક બુદ્ધિશાળી, એક રંક, એક રાય. એક જાડે, એક પાતળ, એક ઊંચે, એક નીચે, એક વરૂપવાન, એક કદરૂપે તેમજ આંધળા, તુલા, લંગડા, બિમાર, આ બધી વિચિત્રતા અને વિવિધતાનું કારણ. શું હશે ? આ કારણનું નામ જ કર્મ છે. કર્મ વગર આ બધી વિચિત્રતા કે વિવિધતા સંભવી શકતી નથી.
આ જન્મમાં કે પૂર્વજન્મમાં આત્માએ જેવાં જેવાં કર્મો કર્યા છે તેવા તેવાં ફળ તેને ભેગવવા પડે છે. જૈન દર્શનમાં કર્મ-વિજ્ઞાનની અત્યંત સૂક્ષ્મ રીતે સુંદર છણાવટ કરવામાં આવી છે.
કર્મ એ પુલના કંધે છે. તેને કામણવર્ગણા કહે છે, જીવ જ્યારે આ સ્કંધોને ગ્રહણ કરે છે ત્યારે તેને કર્મ તરીકે સંબોધવામાં આવે છે. શુભ કર્મને પુણ્ય કહેવામાં આવે છે અને અશુભ કર્મને પાપ કહેવામાં આવે છે. કર્મ બાંધ્યા પછી અમુક સમય પછી તેનું ફળ મળે છે. (જ્યારે કર્મનું પરિપકવ થાય છે)
- કર્મબંધનના ચાર કારણે(૧) મિથ્યાત્વઃ-એટલે ઊંધી માન્યતા. સાચાને જુઠું માનવું અને જુડાને સાચું માનવું તેનું નામ મિથ્યાત્વ છે.
(૨) અવિરતિઃ એટલે પાપની છૂટ, પાપને ત્યાગ ન હવે તે અવિરતિ છે.
સ. ૧૭