________________
ખંડ : ૨ જે
૨૫૬ મચતાં ભગવાન દેખાય. પણ જ્યાં સુધી સ્વાર્થવૃત્તિઓ રહેલી હોય ત્યારે મંદિરમાં પણ મૂર્તિની સામે પ્રાર્થના કરનાર માનવ દેહનાં ભૌતિક સુખ માટે કરે છે. પરંતુ માનવી! તું તારા આધ્યાત્મિક સુખ માટે પ્રાર્થના નથી કરતે. કારણ કે વૃત્તિઓથી ઘેરાએલે છે, એટલે આંતરની
સ્વાર્થવૃત્તિઓ વડે ઘેરાએલે છે. જેથી ચેતન વસ્તુને ચેતન રવરૂપમાં જોઈ શકતા નથી. પણ તું અચેતન વસ્તુઓને ચેતન સ્વરૂપમાં જોઈ શકે છે. ભગવાનની મૂર્તિ ભલે પત્થરની બનેલી છે. અને એ ચેતન સ્વરૂપે ઉભેલી છે. પણ આપણા આત્મામાંજ બિરાજમાન હોવા છતાં એનાં દર્શન થઈ શકતાં નથી, જેવી રીતે ચહેરાને પ્રત્યક્ષ રીતે નિહાળવા માટે કાચનાં અરિસાની જરૂર પડે છે. કાચના અરિસા વિના ચહેરાને નિહાળી શકાતું નથી. અરિસે પણ અચેતન છે. છતાં ચહેરો બતાવી શકે છે, તેવી રીતે પત્થરની મૂર્તિ એક દર્પણ જેવી જ છે. પરંતુ જ્યારે એક ધ્યાન થઈ પ્રભુની મૂર્તિ સમક્ષ ઉભા રહેશે ત્યારે જ પ્રભુના પ્રત્યક્ષ દર્શન મૂર્તિમાં થઈ શકશે. જયારે હૃદયમાં ભાવના પ્રગટે અને ભગવાનનું શરણ સ્વીકારી લીધા પછી પાપ કરવાનું રહેજ નહી. - પૂર્વ ભવમાં પ્રાણીઓ જે (શુભ અથવા અશુભ) કર્મ બાંધ્યા હોય તેનાં પરિણામને રોકવા દેવે પણ સમર્થ થતાં નથી. શ્રીકૃષ્ણ-વાસુદેવ અપૂર્વ રિદ્ધિ-સિદ્ધિના સ્વામી હતાં. અને ગમે તેવા કઠીન કાર્યને સિદ્ધ કરવાની અટલ શકિત ધરાવતાં હતાં. ઘાતકી ખંડની અપરકંકાનગરીમાં