________________
ખંડ : ૨ જો
૨૪૯
ભગવાનને સુખ-દુ:ખનો કર્તા માને છે, અજ્ઞાનીએ (મિથ્યાત્વી ધર્મવાલા) સુખ-દુઃખ જન્મ-મરણુ ભગવાન કરે છે. એમ કહે છે.
સુખ-દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડીયા; ટાળ્યાં તે કોઈનાં નત્ર ટળે, રઘુનાથનાં જડીયા...
એટલે સુખ-દુઃખ આપણા રઘુનાથ એટલે ઈશ્વરે (ભગવાને) ઘડયા એમ થાય છે. એટલે ઈશ્વર સુખ-દુઃખ આપે છે. અને ઈશ્વર મરણને આપે છે. પણ ઈશ્વરને એ કરવાની જરૂર શું પડી ? ભુલ ન કરે તે ભગવાન કહેવાય એટલે ભગવાન તા પોતાની સુખ-સાહેબી રિદ્ધિ સિદ્ધિને લાત મારીને સંયમ લઈને મેટ્ટે ગયા, તા બીજાને સંસારનાં સુખ-દુઃખ શું કરવા આપે ? અને જન્મને પણ શું કરવા આપે. ? પાતે જન્મ ન થાય તેવા સ્થાને મેાક્ષમાં જવા માટેના ઉપદેશ આપે છે. જન્મ ન થાય તે પછી મરણુ
પણ ન થાય.
અંધારામાંથી પ્રકાશમાં જવું હોય તે સદ્ગુરૂને સમાગમ કરવાની જરૂર છે. જેમ બિમાર માણસને સાજા થવા માટે વૈદ્ય કે ડોકટર પાસે જવું પડે છે. જેને ઘર આંધવું હોય તેને ઘર બાંધનાર – સલાટ – સુથારની જરૂર પડે છે. કાયદા સંબધી સલાહ લેવા વકીલની જરૂર પડે છે જે વિષયમાં જે જાણકાર હોય તે વિષયનુ તે માર્ગદર્શન આપી શકે. તમારે જીવનને સાર્થંક બનાવવું