________________
ખંડ : ૧ લે
૨૨૧ બને છે. આ એક સનાતન સિદ્ધાંત છે. કર્મની સત્તા આગળ કોઈનું ચાલતું નથી. બધી વ્યવસ્થાનું સંચાલન હું જ કરી રહ્યો છું. આવું બોલનાર માણસ મિથ્યાભિમાનના મંચ ઊપર બેઠેલે છે. પણ આ મંચ પરથી કયારે દુર્ગતિના ખાડામાં પડશે તે કલ્પી શકાય નહિ. - જે કાંઈ વિધિના લેખમાં લખાયું છે તેજ પ્રમાણે જગતના સર્વ પ્રાણીઓને પરિણમે છે. ફળે છે એમ વિચારી ધીર પુરુષે ગમે તેવા કપરા પ્રસંગમાં અને ગમે તેવી કગી સ્થિતિમાં પણ ગભરાતા નથી, કાયર બનતા નથી, પણ ધર્યને ધારણ કરે છે અને ધર્મ કરણીમાં દઢ બને છે. આ અરે તું એકલે, ને જઈશ પણ તું એકલે; પરભવે પણ સુખી દુઃખી, થઈશ તું પણ એકલે; વીતરાગ ભાષિત ધર્મ કેવળ, તે સમયે સાથે હશે; દુર્ગતિ કેરા ફૂપથી, તત્કાળ તેજ બચાવશે.”
એટલે આ ધર્મના ઉપાસક જે બની શકે તે ધર્મ આરાધના કરીને દેવદુર્લભ મળેલા માનવભવને સફળ કરતાં જાઓ. આ ઊપદેશ મહાવીર પ્રભુને હદયમાં કતરી રાખો કે ધર્મ માનવ ભવ સિવાય અન્ય કેઈ ભવમાં કરવાને ચાન્સ નથી.
આજે જેટલે અંશે સદાચારની જરૂર છે તેટલું જ અશે અરે ! તેથી અધિક અંશે સવિચાર અને સમગ્ર જ્ઞાનની અતિશય આવશ્યકતા છે. વિચાર રૂપી જલથી સિંચાયેલ સદાચાર બીજ ફૂલે છે. સમ્યગ જ્ઞાનના પ્રકાશવાળે