________________
ખંડ : ૨ જે
૨૩૬ ભાવાર્થ – જિનેશ્વર ભગવાનના સૂત્ર વિરોધી ઉત્સુત્ર બલવા જેવું કંઈ પાપ નથી. અને ધર્મ જિનેશ્વરની આજ્ઞામાં છે. તે માટે કલિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યું વીતરાગ તેત્રમાં ફરમાવ્યું છે કે હે વીતરાગ ! તમારી પૂજા કરતાં આજ્ઞાનું આરાધન મુક્તિ અપાવે છે, ત્યારે તેનું વિરાધન સંસાર ચક્રમાં રખડાવે છે. પણ મદિરાના નશામાં ચકચૂર મનુષ્ય જેવી રીતે હિતાહિતને નથી જાણત તેવી રીતે મિથ્યાત્વથી હિત જીવ ધર્મ-અધર્મને સમજાતે નથી. વિવેક કરી શકતો નથી.
આજના વિજ્ઞાનના જમાનાની અસર જૈનેને પણ લાગી ગઈ છે.
વિજ્ઞાન યુગે અધર્મ શ્રવણની અનેક સામગ્રી સુલભ બનાવી છે. હાલમાં આનંદ-પ્રભેદને સાધને તે ઘણા જ વધી રહ્યાં છે. ટી. વી, સિનેમા, રમત-ગમત અને બીજા અનેક કાર્યક્રમ ઉજવવા વિગેરેના આકર્ષણ તે ચાલુ જ હોય છે. રેડિયો દ્વારા અનેક કર્ણપ્રિય ગીતે રોજ સાંભળવા મલે છે. દૂર-દેશના રેજ-રેજના બને ઘર બેઠે સાંભળી શકાય છે. પણ ધર્મનું શ્રવણ તે દુર્લભ છે. સાચો ત્યાગી પાસેથી જ ધર્મનું શ્રવણ શક્ય છે. આજે જેને વિજ્ઞાન કહેવામાં આવે છે, તે વિજ્ઞાન ભૌતિક છે. એટલે પદાર્થોનું પ્રાગ વિજ્ઞાન છે. તેમાં ફેરફારને પણ અવકાશ રહે છે. પરંતુ હજારો વર્ષો પહેલા વીતરાગ પરમાત્મા