________________
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ આ સ્તુતિ સાચા હૃદયથી પ્રભુની સામે કહેવાથી અંતરમાં પ્રભુ ઉપર સાચી શ્રદ્ધા થાય છે. આચાર્ય ભગવાન શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે કલ્યાણમંદિરની ૩૦મી ગાથામાં ભગવાનની સ્તવના કરતાં કહ્યું છે કે
હે પ્રભુ! મેં ભૂતકાળમાં તારી વાણી તારા મુખેથી સાંભળી છે. ભગવન્! તારી પૂજા પણ મેં કરી છે. તને મેં જેએલ છે. પણ હે નાથ ખરેખર ભક્તિપૂર્વક હૃદયમાં મેં તને જે રીતે ધારણ કરવા જોઈએ તે રીતે ભાવપૂર્વક હૃદયમાં મેં તને ધારણ કરેલ નથી તેથી જ હે દેવ ! હું અત્યાર સુધી સંસારમાં ચાર પ્રકારની ગતિઓમાં પરિભ્રમણ કરીને દુઃખનું ભાજન બનેલ છું, કારણ કે ભાવ રહિત કિયા જોઈએ તેવું વાસ્તવિક ફળ આપતી નથી.
ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન; ભાવે જિનવર પૂજીએ ભાવે કેવલજ્ઞાન,
જે ભાવથી ભક્તિ થાય તેનું ફળ સારૂં મલશે. ધર્મથી બધું મળે પણ મહાન કિંમતી વસ્તુને ઉપયોગ કુછ હલકી વસ્તુ (સંસારના સુખ માટે) લેવા માટે કરે એટલે મહાન વસ્તુની લઘુતા કરવા બરાબર છે.
મેક્ષદાયક ધર્મને ઉપગ હલકી વસ્તુ સંસારના સુખ માટે કરવાથી ચિંતામણી રત્ન વેચીને બેર ખરીદવા જેવું છે. ચિંતામણી રત્ન મળ્યા પછી માણસને પૂર્વના સેના, ચાંદીના વૈભવ તુચ્છ કિંમત જેવા લાગે છે. જેમ