________________
ર૪૦
સદ્ધ યાને ધર્મનું સ્વરૂપ સ્વામીના સગપણ સમું, અવર ન સગપણ કેય; ભક્તિ કરે સાધમિની, સમતિ નિર્મળ હેય..૮ સાધુ તે સુખીયા ભલા, દુઃખીયા નહીં લવલેશ અષ્ટ કર્મને જીતવા, પહેર્યો સાધુ વેલ૯ મુનિવર ચોદ હજારમાં, શ્રેણીક સભા મજા વીર જિર્ણદેવખાણીએ, ધન્ય ધને અણગાર..૧૦ અરિહંતનું શરણું, સિદ્ધ ભગવંતનું શરણું, સહુનું શરણું અને કેવલી ભાષિત ધર્મનું શરણું. આ ચાર શરણ આ નવ, પરભવ અને ભવ એટલે જ્યાં સુધી મારા આત્માની મુક્તિ ન થાય ત્યાં સુધી હોજો.
: - કલ્યાણુકર જિનશાસન :
કલિકાલ સર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્દ હેમચંદ્રાચાર્ય વીતરાગ તેત્રમાં તીર્થંકર પરમાત્માનું, સિદ્ધ ભગવતિનું તે શરણું સ્વીકાર્યું પરંતુ તીર્થંકરદેવે સ્થાપેલા શાસનનું પણ શરણું સ્વીકાર્યું.
જેટલાં શરણ્ય તીર્થકર દેવ એટલું જ શરણ્ય એમનું શાસન. તીર્થકર દે પણ આ શાસનને ( તીર્થને નમસ્કાર કરીને જ સમવસરણમાં દેશના આપે છે. કેમકે એમની. ઉપર પણ ધર્મ શાસનને ઉપકાર થયો છે.
જે આ શાસન અમને ન મળ્યું છે તે ?” તે.... અમે અનાથ બનીને વિષય કષાયના અંધકારમાં જ્યાં ને ત્યાં અથડાતાં હોત, દુર્ગતિમાં જ આંટા ફેરા મારતા હત”