________________
ખંડ : ૨ જો
૨૪૫
નાં બંધનમાંથી મુક્ત કરનાર ભગવાનનું શાસન. એટલે અવિદ્યાનાં બંધનમાંથી મુક્ત કરનાર ભગવાનનું શાસન એટલે ભયંકર એવા રાગાદિના બંધનમાંથી મુક્ત કરનાર એ જ ભગવાનનું શાસન, એટલે સમગ્ર સસારનાં અધનાના વિચ્છેદ કરીને પરમપદની યથાર્થ સ્વતન્ત્રતાને અનાર.
પરંતુ આવું પણ અનુપમ શાસન આ બધાં બધને માંથી મુક્ત કરી શકે કોને ? જેને બધના ગમે તેને કે જેને બંધના ન ગમે તેને ? કહેવું જ પડશે કે જેને બંધના ન ગમે તેને....તા આ બધના કાને ન ગમે ? જેને અધન બધન લાગે, અંધન છોડવાનુ મન થાય, બંધન છેડવાના પ્રયત્ન કરે, અને એ બંધનાને છોડાવનાર પ્રભુ શાસન સિવાય જગતમાં બીજી કોઈ ચીજ નથી એવી જે અપૂર્વ શ્રદ્ધા થાય અને એ માટે જ જે એના આશ્રય લે એજ આત્માને આ બંધનોથી મુક્ત કરવા આ પ્રભુશાસન સમર્થ બની શકે, ખાકી તે આ પ્રભુના શાસનમાં જન્મ પામીને એ શાસનમાં સહ્યોગમાં આવીને એના સિદ્ધાંતાનુ જ્ઞાન મેળવીને પણ ઘણા એવા આત્માઓ થઈ ગયા કે જે આ સંસારમાં રખડી પડયા, કારણ ! શાસનનાં સિદ્ધાંતામાં શકા પેદા કરવાને કારણે આવા આત્માઓની વાસનાના અંધન પ્રભુનું શાસન કેવી રીતે કાપી ય શકે ?
યોગીશ્વર આનંદઘનજી મહારાજશ્રીએ એક જ ગાથામાં ધર્મની મહત્તા ગુંથી છે.