________________
*
“ઝ અહમ્ નમ:' ૩% શ્રી આદિનાથાય નમ:
સબોધ યાને ધર્મનું સ્વરૂપ
[ખંડ ૨]
મંગલમ ભગવાન વીરે, મંગલમ્ ગૌતમઃ પ્રભુ મંગલમ્ સ્થવિદ્યા , જૈન ધર્મોડસ્તુ મંગલમ્ .
જૈન ધર્મને મંગલમાં મંગલ કેમ કહે છે?
મહાનુભાવે ! શાસ્ત્રકાર ભગવતેએ કહ્યું છે કે અનંતા પુણ્યની રાશિ એકત્રિત કરી હોય તે તે જીવાત્માને જૈન ધર્મની પ્રાપ્તિ થાય છે!
શાસ્ત્રકારોએ આવું શા માટે કહ્યું હશે ? જૈન, ધર્મમાં એવું શું છે કે જેના માટે શેડો નહિ પણ અનતા પુણ્યની જરૂર પડે ? જગતમાં ધર્મો તે ઘણા છે. બધા ધર્મો એક જ વાત કહે છે. નિર્મળ જીવન જી. પાપ રહિત જિંદગી ગુજારે. કોઈને પણ દુઃખ આપે નહીં. પાપ અને પ્રભુને ડર રાખીને તમારા જીવન કર્મો કરે. સ. ૧૫