________________
૨૨૭
ખંડ : ૨ જે
પૂજ્યશ્રી આનંદઘનજી મહારાજ આત્માને કહે છે કે હે આત્મા ! જે પુદ્ગલ ઉપર તું મમતા રાખી રહ્યો છે, તે પુલ શરીરને શે ભરેશે ? ક્યારે એ રેગથી ભરાઈ જશે અથવા તે કયારે ગમે તે પળે એને નાશ થશે. જેમ સ્વપ્નમાં રાજ્ય મળ્યું, શેઠાઈ કરી, આંખ ઉઘડી અને ખેલ ખલાસ. તેમ આ શરીર સ્વપ્ન જેવું છે.
અંધારામાં એક ક્ષણ વિજળી ચમકીને ઝગમગાટ થયે. ઝગમગાટ થયાની બીજી ક્ષણે અંધારૂં, તેવી દશા આ તારા યુગલની છે. પાણીની અંદર પતાસું મુકાયું હોય તે તે ધીમે ધીમે એગળી જવાનું છે. તેમ છે આત્મન્ ! આ તારું શરીર ધીમે ધીમે જીણું થતું જશે, બળ ઘટતું જશે, કાંતિ અને રૂપ મલિન થતાં જશે, ગાત્ર ગળતાં જશે, નેત્રનું તેજ ઘટતું જશે, સાંભળવાની શક્તિ હીન થતી જશે. હાથ પગ કામ કરવા અસમર્થ બનતા જશે, ચાલવાની શકિત ઘટતી જશે, ચાલતાં, બેસતાં, ઉઠતાં શ્વાસ ચઢી જશે તે પછી એ પુદ્ગલ પર આટલી બધી મમતા શા માટે ? દેહ અથવા શરીરનો આટલે મોહ શા માટે ? હે આત્મન ! દેહ તું નથી. તારાથી એ અત્યંત ભિન્ન છે, એ તે હાડ, માંસ, રૂધિર, ચરબી અને મલ-મૂત્ર આદિ દુર્ગથી પદાર્થોથી ભરપૂર છે. પૂર્વ કર્મને સંજોગથી તું એની સાથે એકાકાર થઈને રહ્યો છે. પરંતુ જે દેહ તારાથી ભિન્ન છે, અને નાશવંત છે. એનાથી તારે અલગ થયે જ છુટકે છે. તે પછી એને ગર્વ છે? એક દિવસ એ તારા પગલને જંગલમાં–સ્મશાનમાં વાસ થવાનું છે. ..