________________
૨૨૨
સધ યાને ધર્મનું સ્વપરૂ દીપક આત્માને સર્વ પદાર્થોના યથાર્થ સ્વરૂપની ઓળખ આપે છે- માનવ જીવનને ઉન્નત-ઉર્ધ્વગામી તથા મંગળમય બનાવનાર સમ્યગજ્ઞાન છે એ નિર્વિવાદ સત્ય છે. આત્માને સંસ્કારસરિત કરી ઉજ્જવળ બનાવે છે. ધર્મના સંસ્કારથી સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે એ માટે હંમેશા ધર્મનાપુસ્તક વાંચવાની ઈચ્છા રાખો. ૩% શાંતિ
(પ્રથમ ખંડ સમાપ્ત) આ પછી બીજા ખંડના વાંચનમાંથી જે કંઈ સાર ગ્રહણ કરવા યોગ્ય લાગે તે ગ્રહણ કરીને વાંચનને સફળ બનાવવા વિનંતિ- [સંપાદક]
વાચકોને વિનંતિઃ સુજ્ઞ વાચકો અને અધ્યાત્મપ્રેમી વાંચકે, કવિ કે લેખકની કલમને વ્યાકરણ દષ્ટિથી નથી જેતા પણ તેના ભાવને-કથનને જુએ છે. એ જ તેમનું લક્ષ હોય છે. તેથી પ્રસ્તુત પુસ્તકની વાક્યરચના ન જોતાં લેખકના હદયના ભાવ વાંચવા અને મેં પણ તે દૃષ્ટિ લક્ષમાં રાખી સંશોધન કર્યું છે, કેઈ ક્ષતિ રહી ગઈ હોય તે ક્ષમા માગું છું.
સંશોધક – પી. જે. બૌવા. . શિવમસ્તુ !