________________
ખંડ : ૧ લે
૨૧૩ એટલા માટે કેપના અનુબધે સર્વથા સર્યું –એટલે કે પાનબંધને તું સર્વ પ્રકારે તજી દે. ભગવાનને આ કથનનું શ્રવણ કરીને એ સર્પ પોતાના પૂર્વે અનુભવેલાને મરણવશે કરીને ઉહાપોહ કરવા લાગ્યા, અને તેમાં એ બધું શું બન્યું હશે ને કેમ બન્યું હશે તેની ગષણા કરવા લાગ્યો, આ ગષણા કરતાં કરતાં એ દષ્ટિવિષસર્પને જાતિસ્મરણજ્ઞાન પ્રગટ થયું એટલે તે એને પૂર્વના ભૂતકાળને ઘણે સુંદર ખ્યાલ આવી જાય ને? એ સર્પને એ જ્ઞાનના બળે પૂર્વે તે જે તપશ્રય આચરેલ તે પણ જણાઈ અને તે પ્રમાણપણાનું જે પરિપાલન કરેલું તે પણ જણાયું.
અને એ પ્રમણપણાની વિરાધનાને કારણે જ્યોતિષી દેવ તરીકેની જે ઉત્પત્તિ થયેલી તે પણ જણાઈ. આ વગેરે બધું પિતાનું પૂર્વાનુભૂત જણાયું. એથી એ સર્ષમાં વિવેક પ્રગટ. વિવેક પ્રગટવાના પરિણામે એનામાં ધર્મને જે પરિણામ તે સારી રીતિએ પેદા થવા પામ્યા અને તેની સાથે પાપ પ્રત્યેની દુર્ગ"છાને જે ભાવ તે પણ પેદા થવા પામ્યો. વિવેક પ્રગટે, ધર્મને સુન્દર પરિણામ પ્રગટે અને પાપ પ્રત્યે દુર્ગાને ભાવ જન્મ પછી જીવ શું કરે ? પાપને તજવાન અને ધર્મને સેવવાને જ નિર્ણય કરે ને? આ છિવિષ સ પણ એમ કર્યું. અનશનને આદરવા દ્વારા શક્ય એટલી આરાધના કરી લેવાને આ સર્વે નિર્ણય કરી લીધો. અનશનને આદરવાનો નિર્ણય કરી લઈને એ સર્પ ત્રણ ભુવનના ગુરૂ એવા ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી