________________
૨૧૪
સધ યાને ધર્મનું સ્વરૂપ ને પ્રદક્ષિણા દેવા પૂર્વક પરમ ભક્તિથી વન્દન કર્યું અને તે પછીથી અનશનને સ્વીકાર કરી લીધું. ભગવાનથી આ પણ અજાણ્યું નથી. ભગવાન જાણે જ છે કે –આ દષ્ટિવિષ સર્વ પ્રતિબોધ પામી ગયું છે. અને હવે સર્વે અનશનને સ્વીકાર કર્યો છે. આમ એ સપને પ્રતિબંધ પમાડવાનું કાર્ય પરિપૂર્ણ થઈ જવા છતાં પણ એ સર્પ પ્રત્યેની અનુ કંપાએ કરીને ભગવાન ત્યાંજ કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા અને કાઉસ્સગ ધ્યાને રહેલા ભગવાને અનશનને આચરી ચૂકેલા સર્પનું પરિપાલન કર્યું.
ચકૌશિક સર્ષે પણ શું કર્યું? મારા રોષ વશે કરીને જે અગ્નિ દ્વારા કેઈને પણ પ્રાણનાશ થાઓ નહિ.
આ વિચાર કરીને એ સર્વે મસ્તકને બીલમાં નાખી દીધું અને પિતાના શરીરના બાકીના ભાગને પ્રકટ રહેવા દીધે. ચકૌશિક સર્પ અનશનને આદરીને અને મસ્તકને બીલમાં નાખીને એક મૃતકની જેમ સુસ્થિરપણે પડી રહ્યો છે. અને ભગવાન કાઉસ્સગ ધ્યાને સુસ્થિર ઊભેલા છે એ દરમ્યાનમાં ગવાળિ યાઓ લપાતા છુપાતા નજદીકમાં આવી પહોંચે છે. ભગવાનને તેમણે આ માર્ગે જવાને નિષેધ કર્યો હતો છતાં પણ ભગવાન કનકપલ આશ્રમના માર્ગે જ આગળ વધ્યા હતા. એટલે હવે શું બને છે તે જાણવાનું એ રોવાળિયાઓને મન થાય ને? એ ગોવાળિયાઓને હવે શું બને છે એ જાણવાની ઈચ્છા જરૂર હતી પરંતુ ભુલે ચુકે પણ ચડકૌશિક સર્પની નજરે પડી જવાય નહિ એની પણ એ ગોવાળિયાઓને પૂરેપૂરી,