________________
૨૧૨
સબેધ યાને ધર્મનું સ્વરૂપ અહીં જે હું આવ્યો છું તે તને પ્રતિબંધ પમાડવાને માટે જ આવ્યો છું. ભગવાને આવું કાંઈ જ એ સપને કહ્યું નહિ ને ! ભગવાન તે આવું કહે જ નહિ, - હવે જ્યારે ભગવાને જાણ્યું કે આ ચકૌશિક સર્પમાં ઉપશાન્ત ભાવ પેદા થવા માંડે છે. એટલે તરત જ ભગવાને તેને કરૂણાથી કહેવા માંડ્યું કે ઉપશાન્ત થા, ઉપશાન્ત થા. મહાનુભાવ ! તે જાતે જ જે વ્યતિકરને નામ બનાવને અનુભવ કર્યો છે તેને તું કેમ યાદ કરતે નથી? કારણ કે પૂર્વ ભવમાં તું જ્યારે શ્રમણ હતું ત્યારે તે કેપને આધીન બની જઈને તારા સારા ય શ્રમણપણાની વિરાધના કરી નાખી અને એથી જ ત્યાંથી મરીને તું કુત્સિત એવી છે જેતિષદેવપણાની લક્ષ્મી તેને પામે. તે પછીથી તું પિતે ત્યાંથી ચીને આ ઊપવનમાં તાપસ પુત્ર તરીકે જન્મે અને તે પછીથી પાછો તું અહીં સર્ષ પણને પામે છે! અને તેમાં ય પાછો તીવ્ર વિષવાળ થયે છે તે હે ભદ્ર આટલેથી પણ તું કેપને તજી દે!
ખરેખર આ કેપ એ છે કે જે પરમ સુખની જે સંપદાઓ તેની પ્રાપ્તિમાં વિદ્ધભૂત છે. કલ્યાણરૂપી જે વેલડીઓ તે વેલડીઓને ઊખેડી નાંખનારે મલ્લ છે. પ્રખર એ જે વિવેક તેને મોટો દુશ્મન છે. કુશળ અનુષ્ઠાને રૂપી જે ઊપવન તેને બાળી મૂકનારે અગ્નિ છે. અને ભયંકર એવી જે દુર્ગતિ તે દુર્ગતિમાં જે પતન થવું તે પતનને જનક છે.