________________
ખંડ : ૧ લે
૨૧૭
દેહમાં તીવ્ર વેદના ઉત્પન્ન થવા પામી. આ રીતિએ પિતાના દેહે તીવ્ર વેદના થતી હોવા છતાં પણ એ સર્ષે એ વેદનાને સમ્યક પ્રકારે સહન જ કરી લીધી, એ વેદનાને સમ્યફ પ્રકારે સહન કરતે કરતે એ સર્ષ પંદર દિવસની સંલેખનાથી કાળ કરીને સહસ્ત્રાર નામના દેવલેકમાં અઢાર સાગરોપમના આયુષ્યવાળા દેવ તરીકે ઊત્પન્ન થયે. આ રીતિએ ચડકૌશિકના વૃત્તાન્તને વર્ણવે પૂરે કરીને આ ચરિત્રકાર પરમપિ ફરમાવે છે કે આ પ્રકારે ચડકૌશિકને સુખની પરંપરામાં કેજી રીધા બાદ ત્રણ ભુવનના એક દિનકર એવા શ્રી વીરપરમાત્મા ત્યાંથી નીકળીને ઊત્તરવાચાલસન્નિવેશે પધાર્યા અને ચકૌશિક સપને જીવ ગતિને પામ્યા કરવાને તેમજ અન્ત એ જીવ મોક્ષને પામવાનો.
(ચડકૌશિક સર્પને પૂર્વભવ સમાપ્ત) જૈનદર્શનરૂપ મંદિરમાં પ્રવેશના ચાર દ્વાર છે.
દ્રવ્યાનુયેગ, ગણિતાનુયોગ, કથાનુયેગ, ચરણકરણાનુગ. આ ચાર યુગમાં જૈનદર્શનનું સ્વરૂપ સમજવા માટે તૃતીય નેત્રરુપ ધર્મકથાનુગ છે. કથાઓમાં (સારૂ અને ખરાબ) સજજન અને દુર્જનની પ્રવૃત્તિઓના બેધ લેવા લાયક દષ્ટાંત હોવાથી માનવ માત્રને ઉપયોગી છે. જ્યારે કથાનુકેગના તે વાંચે છે અને તે ઉપર મનન કરે છે ત્યારે તેઓ શુદ્ધ પ્રવૃત્તિઓની કોટી જાણી શકે છે. અને પરિણામે હિતકારક પ્રવૃત્તિમાં જોડાય છે. આ રીતે કથાસાહિત્ય બાળકથી માંડીને વૃદ્ધ પર્યત સર્વેને ઉપકારી નીવડે છે.