________________
૨૧૧
અંડ : ૧ લે જે અવસર આવવાની ભગવાન રાહ જોઈ રહ્યા હતા તે અવસર હવે આવી પહોંચે. ભગવાન પધાર્યા હતા ચકૌશિક સપને પ્રતિબંધ પમાડવાને માટે કેમ કે ભગવાન જાણતાં હતાં કે આ સર્પ ભવ્યાત્મા છે. અને પ્રતિબોધને પામવાને છે, છતાં પણ ભગવાન અત્યાર સુધી કત્સર્ગમાં જ રહ્યા કેમ ? અનઅવસરે સારે પણ ઉપદેશ સારા માટે નિવડે નહિ એ માટે ને? જીવ જ્યારે આવેશના આવેગમાં તાણાઇ રહ્યો હોય તેવા અવસરે ઊપદેશ આપવામાં આવે તે તે જીવ ગમે તેવા સારા પણ ઊપદેશની અને ઊત્તમત્તમ ઉપદેશકની પણ અવગણના કરનારે બને ! એ શકય છે, એવા વખતે તે કેટલીક વાર સારી વાત કરનાર પ્રત્યે પણ દુર્ભાવ જાગી જાય એ શકય છે.
આથી પરોપકાર કરવાની અભિલાષાવાળાએ પરોપકાર કરવાની પિતાની અભિલાષા સફળ નીવડે – એ માટે પણ અવસરને અને અનઅવસરને ઓળખતાં શીખવું જોઈએ, જીવને આવેશ શમે અને એથી એ વાતને સાંભળવાને માટે લાયક બને એટલા સમય સુધી પિતાની ઊપદેશ દેવાની ઇચ્છાને રોકી રાખવી જોઈએ. જ્યાં સુધી ચણ્ડકૌશિક સર્ષમાં ઉપશાન્તભાવ પ્રગટવા જેગી સ્થિતિ આવી નહિ ત્યાં સુધી ભગવાન મૌન રહ્યા. એ વખતે એમ પણ કહ્યું નહિ કે અલ્યા ! હું કેણ છું અને શા કાજે હું અહિં આવ્યો છું, તે તું જાણે છે? હું તે થોડાક કાળ બાદ કેવળજ્ઞાનને છૂપાઈને જગતારક તીર્થની સ્થાપના કરનારો છું અને