SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સબેધ યાને ધર્મનું સ્વરૂપ અહીં જે હું આવ્યો છું તે તને પ્રતિબંધ પમાડવાને માટે જ આવ્યો છું. ભગવાને આવું કાંઈ જ એ સપને કહ્યું નહિ ને ! ભગવાન તે આવું કહે જ નહિ, - હવે જ્યારે ભગવાને જાણ્યું કે આ ચકૌશિક સર્પમાં ઉપશાન્ત ભાવ પેદા થવા માંડે છે. એટલે તરત જ ભગવાને તેને કરૂણાથી કહેવા માંડ્યું કે ઉપશાન્ત થા, ઉપશાન્ત થા. મહાનુભાવ ! તે જાતે જ જે વ્યતિકરને નામ બનાવને અનુભવ કર્યો છે તેને તું કેમ યાદ કરતે નથી? કારણ કે પૂર્વ ભવમાં તું જ્યારે શ્રમણ હતું ત્યારે તે કેપને આધીન બની જઈને તારા સારા ય શ્રમણપણાની વિરાધના કરી નાખી અને એથી જ ત્યાંથી મરીને તું કુત્સિત એવી છે જેતિષદેવપણાની લક્ષ્મી તેને પામે. તે પછીથી તું પિતે ત્યાંથી ચીને આ ઊપવનમાં તાપસ પુત્ર તરીકે જન્મે અને તે પછીથી પાછો તું અહીં સર્ષ પણને પામે છે! અને તેમાં ય પાછો તીવ્ર વિષવાળ થયે છે તે હે ભદ્ર આટલેથી પણ તું કેપને તજી દે! ખરેખર આ કેપ એ છે કે જે પરમ સુખની જે સંપદાઓ તેની પ્રાપ્તિમાં વિદ્ધભૂત છે. કલ્યાણરૂપી જે વેલડીઓ તે વેલડીઓને ઊખેડી નાંખનારે મલ્લ છે. પ્રખર એ જે વિવેક તેને મોટો દુશ્મન છે. કુશળ અનુષ્ઠાને રૂપી જે ઊપવન તેને બાળી મૂકનારે અગ્નિ છે. અને ભયંકર એવી જે દુર્ગતિ તે દુર્ગતિમાં જે પતન થવું તે પતનને જનક છે.
SR No.005737
Book TitleSadbodh yane Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorKanji Shamji Satiya
PublisherHansraj Ghelabhai Satiya
Publication Year1980
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy