________________
ખંડ : ૧ લો
૧૯૫
નગરેથી જે રત્ન લાવ્યું હતું તે બધા જ રત્નોને વેચી નાખ્યા અને તે દ્રવ્યથી તેણે દાન અને અનાથ આદિજનોને મહાદાન દીધું, આમ છૂટે હાથે ગરીબોને દાન દઈ દીધા બાદ પ્રશસ્ત તિથિએ અને પ્રશસ્ત મુહૂર્ત ગોન આચાર્ય ભગવાનની પાસે જઈને પ્રત્રાને ગ્રહણ કરી. પ્રવજ્યાને ગ્રહણ કર્યા બાદ ગોભદ્ર મહા તપસ્વી છે. વિશુદ્ધ છે મન જેનું એવા તે ગોભદ્ર મુનિના દિવસો શ્રમણ ધર્મનું નિરતિ. ચાર પાલન કરવામાં, પરિવહને સમ્યક્ પ્રકારે સહવામાં, અપૂર્વ અપૂર્વ તપનું આચરણ કરવામાં વ્યતીત થવા લાગ્યાં. ગોભદ્રે દીક્ષા પણ મનઃશુદ્ધિપૂર્વક લીધી છે અને દીક્ષાનું પાલન પણ એવી શતિએ કરવા માંડ્યું કે મને શુદ્ધિમાં દિનપ્રતિદિન અભિવૃદ્ધિ થયા કરે. આ પછી આ મુનિવરે આચાર્ય ભગવાનની આજ્ઞાને પ્રાપ્ત કરીને માસખમણને પારણે માસખમણ કર્યો જવાના પરિણામે એ મુનિવરનું શરીર સુકાઈ જવા છતાં પણ પિતાના સામર્થ્યને જરાપણ ગોપવ્યા વિના એ મુનિવર બાળાદિક સાધુઓના કાર્યમાં સર્વત્ર પ્રવર્તતા હતા. ગોભદ્ર મુનિપણાને સ્વીકાર કરીને ચઢતે પરિણામે મોક્ષમાર્ગની આરાધનામાં આગળ વધી રહ્યા છે. પણ ભવિતવ્યતાવશ એક બનાવ એ બની ગયે. એના પછી જે નિમિત્તે એ મુનિવર કોધમાં આવી જઈને વિવેકથી પરાડેમુખ બની જાય છે અને એ કારણે તેઓ પિતાના સંયમને વિરમી નાખે છે. મહાતપસ્વી એવા એ મુનિરાજ કે એક સમયે એક ક્ષુલ્લક સાધુની સાથે સવારે આહારને માટે ગયા. માર્ગે ચાલતા તેઓ પિતાની દષ્ટિને માર્ગ ઉપર