________________
ખંડ : ૧ લે
૨૦૫ પધારો નહિ. ગેવાળિયાઓએ તે આમ કહ્યું પણ ભગવાન કઈ ચેડા જ અજાણ હતા ? જો કે તે વખતે ભગવાનને કેવળજ્ઞાન પ્રગટેલું નહોતું પરંતુ મતિ-શ્રત-અવધિ એ ત્રણ નિર્મળ કોટિના જ્ઞાન તે હતાં જ. એ જ્ઞાનના બળે ભગવાનને દષ્ટિવિષ સની અને તેના ઉપદ્રવની પણ માહિતી હતી. પરંતુ ભગવાને પોતાના જ્ઞાનના બળે એ પણ જાણેલું જ હતું કે એ દષ્ટિવિષ સ ભવ્યાત્મા એ તે પ્રતિબંધને પામવાને છે. આથી જ એર-કાર્યો કરવામાં રસિક એવા ભગવાન શ્રી વર્ધમાન સ્વામિજી ગોવાળિયાઓએ નિવાર્યા છતાં પણ એજ માર્ગે આગળ પધાર્યા. અને કનખલ નામના તે આથમે પહોંચીને ચડકૌશિક નામના એ દૃષ્ટિવિલ સર્પને પ્રતિબંધ પમાડવાને માટે યક્ષભવનના મંડપમાં ભગવાન કાર્યોત્સર્ગે રહ્યા. ચરિત્રકાર પરમષિ ફરમાવે છે કે-હવે ચણ્ડકૌશિક નામના તે દષ્ટિવિષ સ તે ઊપવનમાં પરિભ્રમણ કરતે કરતે ભગવાન શ્રીવર્ધમાન સ્વામિજીને યક્ષમંડપમાં પ્રતિમાઓ સ્થિત રહેલા જોયા. ભગવાનને જોવા છતાં પણ સર્પને શાન્તિને અનુભવ થયે નહિ. કારણ કે ભગવાનને એણે ભગવાન તરીકે જાણ્યા નહિ. ભગવાનને જોતાની સાથે જ તે સર્પના કોપરૂપી અગ્નિએ ભારે ઊછાળે માર્યો. એ સપને એમ થઈ ગયું કે અહીં મારા સામર્થ્યને આ જાણતા નથી? અર્થાત્ એમ કે જે મારા સામર્થ્યને એ જાણતું હેત તો આ કરી પણ અહીં આવીને ઊભા રહેવાની હિંમત જ કરત નહિ. આ પ્રદેશને એ સર્ષે પિતાના ઊપદ્રવ દ્વારાએ એ બનાવી દીધું હતું કે અહીં કોઈ આવે અને રહે એ બીના