________________
ખંડ : ૧ લે
૧૯૩ રહે છે. એમાં ભવિતવ્યતા વશ પુણ્યોદયે તેઓને જો સધર્મને પમાડનારી સામગ્રી મળી જાય છે તે મંદ પડી ગયેલું તેમનું એકાત્વ કપિશમાદિને પામી જાય છે અને તેથી તેઓ ન મુ ના સ્વામી બની જાય છે. ગોભદ્ર માટે પણ એવું જ બન્યું છે. આચાર્ય ભગવાન પધાર્યા છે. એવું સાંભળીને ગોભદ્ર તેઓની સમીપે પહોંચી ગયે. આચાર્ય ભગવાનનું દર્શન કરવા માત્રથી જ ગોભદ્રનું ચિત્ત હર્ધાનિ ન પામી ગયું. આચાર્ય ભગવાનના પવિત્ર ચરણ કમો વિષે તેણ હુતિ ચિત્તે પ્રણામ કર્યા. આચાર્ય ભગવાને પણ તેને આશિષ આપી. પછી તે ભૂમિ તળ ઉપર બેઠો, હવે આચાર્ય ભગવાને ધર્મોપદેશ દેવાને પ્રારંભ કર્યો. ધર્મનું સર્વસ્વ શું છે? એને દર્શાવતા ફરમાવ્યું કે, જીવવધનું અને મૃષાવાદનું વર્જન કરવું તેમજ અદત્ત એવા ધન ગ્રહણથી અને મૈથુનથી નિવૃત્ત થવું અને પરિગ્રહને ત્યાગ કર એ ધર્મનું સર્વસ્વ છે. અધમ અગર તે ધર્મ વિરોધી મટીને જેણે ધમ બનવું હોય તેણે ઉપર મુજબને ત્યાગ કરે. આચાર્ય ભગવાનની દીધેલી ધર્મદેશનાનું શ્રવણ કરવાના પ્રતાપે ઘણા પ્રાણીઓ સધર્મના માર્ગે પ્રતિબોધિત થયાં એટલે કે સમ્યગ્દર્શન ગુણને પામ્યા. તેમની જે મિધ્યાન્સ -વાસના હતી તે નાશ પામી ગઈએથી કેટલાકના હૈયામાં સર્વવિરતિને પરિણામ પેદા થયે અને અન્યને હૈયામાં દેશવિરતિવાળા બનવાની ભાવના પ્રગટી. હવે ગોભદ્રનું શું થયું. તે કહે છે. સંસારની અસારતાને પરિભાવતા ગોભદ્રના સ. ૧૩