________________
૧૯૨
સદ્ગુાધ યાને ધર્મનું સ્વરૂપ
પડવું જ નથી. ગોભદ્રને ફરીથી પરણવાનું કહેવાને આવેલા માણસા ગોભદ્રના જવાબ સાંભળીને ચૂપ થઇ ગયા. આવા માણસો જે તે ખીજું કહે પણ શુ ? એટલે તેઓ ચૂપચાપ પોતાતાને સ્થાને ચાલ્યા ગયા. પછીથી ગોભદ્ર પણ પોતાની સમજ મુજબના ધર્મકાર્યને વિષે ઉદ્યમવંત ખની ગયા અને એ રીતિએ પાતાના દિવસો પસાર કરવા લાગ્યું ! આ દરમ્યાનમાં કોઈ એક દિવસ કૌશિક નામના એ સન્નિવેશમાં આચાર્ય ભગવાન શ્રીમદ્ ધ ઘાસૂરિવર સમવસર્યાં. આ આચાર્ય ભગવાન પાંચસો મુનિએથી પરિવરેલા હતા. આચાર્ય ભગવાનના આચારમાં પણ ધર્મ જ હાય. વિચારમાં પ! ધર્મ જ હાય અને ઉપદેશમાં પણ ધર્મ જ હોય. આચાર્ય ભગવાન પધાર્યા એટલે ઘણા માણસો તેને વંદન કરવાને માટે ગયાં. એથી આચાર્ય ભગવાન પધાર્યાની ગોભદ્રને પણ ખબર પડી ગઈ. ગોભદ્ર હવે તો સ'સારથી વિરક્ત મનવાળા બની ગયા હતા, એટલે એને આ આચાય ભગવાન જૈનાચાર્ય હાવા છતાં પણ તેએની પાસે જવાની ઇચ્છા થઈ. મન જ્યારે સંસારથી સાચેસાચ વિરક્ત અને છે ત્યારે ધર્મની શોધ કરવાનું મન થયા વિના રહેતું નથી. અને જ્યાં સુધી ધર્માંધ વિષે એ જીવને પાકો નિય થતા નથી ત્યાં સુધી એ જીવ જ્યાં જ્યાંથી ધર્મ મળવાની સંભાવના લાગે ત્યાં ત્યાં જવાને માટે ઉત્સાહિત થાય છે, આભિગ્રહિક મિથ્યાત્વના સ્વામિએની વાત જુદી છે. પરંતુ જે જીવાનુ' મિથ્યાત્વ મંદ પડી ગયેલુ' હાય છે તે મેાક્ષના આશયથી, મોક્ષ સાધક શુદ્ધ ધર્માંની ખાજ કર્યાં જ કરતાં.