________________
૨૦૦
સએેધ યાને ધર્માંનુ સ્વરૂપ
વાડ કરવા નિમિત્તે જોઈતાં કાંટા લેવાને માટે તે ચણ્ડકોશિક તીક્ષ્ણ ધારવાળા કુહાડો લઈ ને નીકળ્યે અને વનપ્રદેશના દૂરના ભાગમાં તે પહોંચી ગયા. એ વૃત્તાન્ત શ્વેતામ્બ નગરીમાં વસતા પેલા રાજકુમારોના જાણવામાં આવ્યું. તે રાજકુમારો પૂર્વના રાષે કરીને ચણ્ડકોશિકના ઉપવનમાં આવી પહોંચ્યાં. તેમણે ડવા જેવાં જે ઝાડ હતાં તે બધાને ઊખેડી ઊખેડીને ફેંકી દીધા. અને જે ઝાડા સરળ તથા તરૂણ હતાં તે ઝાડોને છેદી નાખ્યા, બાકી રહ્યા જે મેટાં વૃક્ષે તે વૃક્ષેા ઉપર જે ફળ હતાં તે ફળેને પાડી નાખ્યા. ચરકોશિકના ઊપવનના આ રીતિએ વિનાશ કરી નાખ્યા. વળી ચણ્ડકૌશિકના નિવાસનું જે ઝુંપડા જેવુ સ્થાન હતુ તેને જમીન દોસ્ત જેવું કરી નાખ્યું'. વળી ઘડાના ભુક્કા કરી નાખ્યાં. કમલના પશુ ટુકડે ટુકડા કરી નાખ્યાં. ત્યાં દ્રાક્ષના જે મંડપા હતા તેને પણ તાડી નાખ્યાં અને જે કેળનાં ગૃહા હતા તેના વિનાશ કરી નાખ્યો. આ ઉપરાંત પોતાની શક્તિને અનુસારે બીજે પણ જેટલો ઉપદ્રવ થઈ શકયા તેટલો ઉપદ્રવ તે રાજકુમારીએ કર્યાં. રાજકુમારોએ આવું કર્યું તે સારૂ કહેવાય ? રાજકુમારોનુ
આ ભયકર કોટિનું દુસ્સાહસ જ ગણાય. પોતાના અપમાનના બદલા લેવાને માટે અને પેાતાના ક્રોધને સફળ કરવાને માટે રાજકુમારેએ કેટકેટલા જીવાને ત્રાસ ઊપજાવ્યે ? અને કેટકેટલા જીવાના ઘાત કરી નાખ્યો ? આપણા આવા કૃત્યથી આ ઉપવનને વિષે અતિ આસક્ત એવા ચડકૌશિકને કેટલું ભારે દુઃખ થશે અને તેને કેટલા ભારે ક્રાધ ઉપજશે ?