________________
ખંડ : ૧ લે
૧૦૫ આહાર, શરીર ને ઉપધિ, પચ્ચખ્યા પાપ અદાર, મરણ થાય તે વાસિરે, જીવું તે આગાર.
અર્થ એટલે જ મરણ થઈ જાય તે સરાવવાના કારણે પાપથી બચી જવાય અને જીવતા રહેવાથી છૂટા રહેવાય છે. અનંત રાય ને રાણા, અનેકના નાથ કહેવાયા; ગવાયાં રોગનાં ગાણાં. આવીયા મરણના ટાણું.૧ હજારે ગામના સ્વામી, અને બહુ ભેગના કામ; અને મહાગને પામી, થયા તે નરકના ધામી. (૨) હજારો યુદ્ધને ખેલ્યા, યમ દ્વારા કંકને મેલ્યા; રૂપાળી કંક રંડાણી. ઉડાવી ખૂબ ઉજાણી. (૩) મૂછના આંકડા વાંકા, ચાલતાં લાગતાં બંકા; વાગ્યા જબ મરણના ડંકા મહાન પણ ભાસતાં રંકા.(૪)
એટલે મરવાનું તો જરૂર છે. મર્યા પહેલાં મરવા માટે તૈયાર રહેવું જોઈએ. સુખ અને દુઃખ તે કર્મના ખેલ છે -
દષ્ટાંત - એક સમયે એક રાજા જંગલમાં ભૂલા પડ્યા. જંગલમાં ફરતાં ફરતાં એક સંતને ઝાડ નીચે બેઠેલાં જોયાં. રાજા તેની પાસે જઈને બેડા. સંતે તે રાજાને ધર્મને ઉપદેશ આપ્યો. સંત પાસે શું હોય ? ધર્મ કે નહિ. (વર્તમાન કાળમાં જૈન સાધુ પાસે કેટલાક શ્રાવકે ધન માટે વાસક્ષેપ નખાવતાં હશે.)