________________
૧૨૦
સાધ યાને ધર્મનું સ્વરૂપ મીઠી માદક સુંગધ ગમે, અને ત્વચાને મુલાયમ સ્પર્શ ગમે. એમ પાંચે ઈન્દ્રિય પાછળ આખી દુનિયા ગાંડી બની છે પરંતુ વીતરાગ ભગવાન કહે છે કે તે બધા સુખાભાસ છે, વાસ્તવિક સુખ નથી.
આત્મા અનંત સુખને સાગર છે, છતાં આપણને તે સુખ જણાતું નથી ? કારણ કે આત્મા તરફ આપણે દષ્ટિ કરી નથી. આ જગતના અનેક પદાર્થો પર ભમતી આંખને આપણે જાત તરફ વાળી નથી. આપણા પોતાના સ્વરૂપને જ આપણે જોયું નથી. પિછાણ્યું નથી. પારખ્યું નથી. આ દુનિયામાં અનેક પરિચય કરતાં પહેલાં જેને પરિચય પ્રથમ જ કરે જોઈએ, એ આત્મપરિચય જ આપણે પામ્યા નથી. પછી આત્માની મહત્તા કયાંથી પ્રગટે? આપણી ગાડી જ ઊંધે પાટે ચડી ગઈ છે. ક્ષણિક સુખને ભગ્નપુલ ઉપરથી આપણે પસાર થવા પુરપાટ જઈએ છીએ. પછી શાંતિનું સ્ટેશન આવે શી રીતે ? ઊંડી ખાઈમાં જ પડવાનું આવેને ? એકજ સાચી સમજણથી–સાચી તત્ત્વ જિજ્ઞાસાથી-સાચા સમકિતથી આત્મ સુખના બારણું ઉઘડી જાય, સમ્યકત્વ સાથે વિરતિધર્મ પ્રાપ્ત કરનાર જરૂર મેક્ષ મેળવે? મારો આત્મા સુખ સાગર છે, પરમાં મને સુખ નથી-આ સત્યનું રટણ કરે તે સંસારને અને દુઃખને અંત આવે.
બીજી વાત, તું સત્ છે, તું જ્ઞાનમય છે, તારી અંદર ખજાને ભર્યો છે. જેમ આવરણે ઉઘડતાં જાય તેમ-તેમ અંદરને પ્રકાશ આવતે જાય.