________________
ખંડ : ૧ લે
૧૫૭ જ પ્રાણ બન્યું છે. અને પ્રાણ તરીકે પ્રતિષ્ઠિત થયેલા પૈસાએ સમાજમાંથી લગભગ ન્યાય–નેકી અને ધર્મ જેવા ગુણેની હકાલપટ્ટી કરી નાખી છે. જાણે ધન અને ધર્મ વચ્ચે વેર હોય એવી હવા ઉભી થઈ છે. ન્યાય-નીતિ સંભાળીને ધનવાન ન જ થઈ શકાય આવી માન્યતા ઘણાના મનમાં ઉડે ઉડે ઘર ઘાલી ગઈ છે. આ માન્યતાઓ વેપારી સમાજની પ્રતિષ્ઠાને કંઈ ઓછી વગેવી નથી વેપારીગ્રાહક વચ્ચેના વિશ્વાસભર્યા મનમેળને એ યુગ કયાં? અને આ યુગ ક્યાં ? આ બે યુગ વચ્ચેના સમયને ગાળે કંઇ બહુ લાંબો નથી પણ આજના સમાજના સિંહાસને પ્રતિષ્ઠિત થયેલા પૈસા જાણે એ યુગની સ્મૃતિઓને ય ભૂંસી નાખવા મેદાને પડ્યો હોય એમ લાગે છે. અને એથી જ ધર્મ અને ધંધો સાવ અલગ ચીજ હોય એવું જણાય છે.
ધંધામથી ધર્મ ભૂસાતે રહ્યો છે. અને ધર્મમાં છે. પગ પસાર કરી રહ્યો છે. પૈસાએ માનવીના હૈયામાં એ પગદંડો જમાવ્યું છે કે એ કોઈ સાચે પ્રેમ કરી શક્ત નથી. જ્યાં સ્વાર્થ જણાય ત્યાં જ પ્રેમ કરવાની ઈચ્છા થાય છે. પૈસાની જેવી આંધળી બલબાલા આજે છે. એવી તે હજાર વર્ષના ભૂત કાળમાં ક્યારે નહિ હોય એમ લાગે છે.
પૈસા પુણ્યથી મળે છે. એ માણસ જાણે છે છતાં માણસ ' પુણ્ય કરવાનું ભુલી જાય છે. અને પાપમાં જ ર પચ્ચે રહે છે. આમ આજે ચેતરફ પૈસાની જ બેલબાલા છે. વર્તમાન કાળે પૈસાના લેભે આદર્શ જીવન જીવવાનું ભૂલાઈ