________________
૧૬ર
સબંધ યાને ધર્મનું સ્વરૂપ આપ પાછા પણ આવી શકશો એટલે ભદ્ર પત્નીને કહ્યું કે તું ભાતું તૈયાર કર એટલે હું જાઉં. તે વારે શિવભદ્રાએ પણ તરત જ ભાતું તૈયાર કર્યું. એટલે ગોભદ્ર પણ વારાણસીની દિશાએ ચાલવા માંડ્યું! ગોભદ્ર વારાણસીના માર્ગે ચાલી રહ્યો છે ત્યારે એક સિદ્ધપુરૂષને જોયો ત્યાં તે એ સિદ્ધપુરૂષે પોતે જ કહ્યું કે હે ભદ્ર! સુખરૂપ આવી પહએ. અત્યારે તે તું વારાણસી નગરીએ જ જવાની ઈચ્છામાં છે ને? સિદ્ધપુરૂષે જે કહ્યું એ સાંભળીને ગભદ્ર વિસ્મયપૂર્વક વિચારવા લાગે કે-અહો આણે મને શી રીતિએ ઓળખી કાઢયો ? આ પહેલાં આણે મને કદી પણ જે નથી. અત્યારે હું જે વારાણસી તરફ જઈ રહ્યો છું તે વાત તે માત્ર મારી ગૃહિણીની સાથે એકાન્તમાં જ થયેલી છે છતાં ય એ વાતને આ કેમ કરીને જાણે છે? એટલે સર્વથા આ કઈ સામાન્ય માણસ તે નથી જ માટે આજ હું દેવની જેમ સત્કાર કરું કે જેથી આનાથી જ મારા કાર્યની સિદ્ધિ થઈ જવા પામે ! આ નિર્ણય કરીને પોતાના કાર્યની સિદ્ધિની આશાને સેવતા ગભદ્ર પોતાના બન્નેય હાથ જોડીને સિદ્ધપુરૂષને કહ્યું કે આર્ય ! આપે જે કહ્યું તે બરાબર છે. આપે સાચું જ જાણ્યું છે. આપે કહ્યું તે મુજબ હું વારાણસી નગરીએ જવાને ઇચ્છું છું. સિદ્ધપુરૂષે પણ કહ્યું કે-ભદ્ર ! મારી સાથે આવ એટલે આપણે ત્યાં જ જઈએ! સિદ્ધપુરૂષના વચનને ગભદ્ર તરત જ સ્વીકારી લીધું. બન્ને સાથે થઈ ગયા અને સાથે જ ચાલવા માંડયાં. એવામાં ભેજનને સમય થયો અને