________________
ખંડ : ૧ લે
૧૭૫ પણ આ જ ગંગા નદીમાં પડતું મુકવું. અને ડુબી મરવું. આમ નિર્ણય કરીને ગંભદ્ર પિતાના વસ્ત્રને પિતાના શરીરે મજબૂતપણે બાંધી લીધું. પછી ગંગાનદીની સન્મુખ ઉભા રહીને અને પોતાના બન્નેય હાથને જોડીને ગોભદ્ર ગંગા જીને ઉદ્દેશીને પિતાની ધારણાને અનુસરતી વિનંતિ કરવા માંડી, હે દેવી, સુરસરિતે ! મારા પરમ બાન્ધવ વિદ્યાસિદ્ધને તજ અપહેરી લીધા છે. એ કારણે તેને અનુસરવાની ઇચ્છાવાળે છે પણ હવે તારા પાણીમાં પડતું મુકું છું; કારણ કે અગ્નિથી દાઝેલાઓને માટે અગ્નિ એ જ ઔષધ છે એ વૃદ્ધવાદ છે.
ગભદ્ર તે ગંગા નદીને જે કહેવાનું હતું તે કહી દીધું, અને તે પછી જે તે ગંગાના ઊંચા કાંઠા ઉપરથી
પાપાત કરવાને જાય છે. ત્યાં જ નજદીકમાં રહેલા કોઈ એક નાસ્તિકવાદીએ ગભદ્રને પકડી લીધો. ગભદ્રને પકડીને પેલો નાસ્તિકવાદી પૂછે છે કે અરે ભેળા ! શું છે? કે તું અહીં પડતું મૂકે છે. પેલાએ પૂછ્યું એટલે ગભદ્ર જવાબ દેવાને છે. ગોભદ્ર જીવતે રહી જવાને હતો એટલે અવસરે આવું બની આવ્યું. હવે ગેભદ્ર પોતે પિતાના ગામથી વારાણસી આવવાને નીકળે ત્યાંથી માંડીને જેટલી હકીકત બની હતી તે બધી પેલાને કહી સંભળાવી. બાદ ગોભદ્રે કહ્યું કે એ વિદ્યાસિદ્ધ પુરૂષનું દર્શન કરવાની ઈચ્છાથી જ હું અહીં પડતું મૂકવાને તૈયાર થઈ ગયો છું. આના જવાબમાં પેલા નાસ્તિકવાદીએ જે કહ્યું તેમાં સમજવા જેવું છે. નાસ્તિક