________________
અંડ : ૧ લા
૧૭૯ મરણના ભયથી તેનું શરીર કંપી રહ્યું હતું. ગભદ્રની આ ભયપૂર્ણ મનોદશાને વિદ્યાસિદ્ધ પારખી લીધી. અને કહ્યું કે શભદ્ર ભદ્ર ! તું વિશ્વમ શા માટે કરે છે? તને ભય જેવું કોઈ જ અહીં નથી. જે રક્ષાવલય મેં તને આપ્યું હતું તે રક્ષાવલય તું મારા બાહમૂળમાં બાંધી દે. ગોભદ્ર પણ જેવી આપની આજ્ઞા. એમ કહીને પિતાની પાસે રક્ષાવલય હતું તે વિદ્યાસિદ્ધ પુરૂષના બાહુએ બાંધી દીધું. વિદ્યાસિદ્ધના બાહએ રક્ષાવલય બંધાતાની સાથે જ તેના શરીર ઉપર જ બને બંધાએલા હતાં તે સર્વબન્ધનો તડ તડ કરતાં તૂટી ગયા. એથી વિદ્યાસિદ્ધનું શરીર તે પુન: પહેલાંની જેમ કુર્તિવાળું બની ગયું. હવે ગોભદ્ર વિદ્યાસિદ્ધને પૂછે છે કે આર્ય ! આ બધુ શું બની જવા પામ્યું ? કયાં નઢીમાં નહાવાને પડવું અને ક્યાં અહીં આવી પહોચવું ! તેના જવાબમાં વિદ્યાસિદ્ધ ગોભદ્રને કહે છે કે આપણે છાંગા નદીને કાંઠે પહોંચ્યા ત્યારે આ રક્ષાવલયને મેં તને સુપ્રત કર્યું ! આમ આ રક્ષાવલય હાથેથી કાઢીને હું ગંગા જળમાં પેઠે તેનું જ ફળ છે. આ રક્ષાવલયના બળે અત્યાર સુધીમાં કુકર્મોને આચરવા દ્વારા પોતે પોતાના કેવા સમર્થ દુમિનેને પેદા કર્યા છે. મેં મારી સ્વેચ્છાચારી વૃત્તિને આધીન બનીને મહા સ્વચ્છન્દને આચર્યો. અને સમર્થ દુશમન પેદા કર્યા હતાં. ગંગાનદીના જલમાં પ્રવેશ કરીને જેટલામાં - હું ત્યાં મુહૂર્ત માત્ર પ્રાણાયામ કરીને રહ્યો એટલામાં અચાનક મારું શરીર અત્યંત નિર્બળપણને પામ્યાનું જાણી લઈને આ ઘરની સ્વામિની કે જે ચન્દ્રલેખા નામની જોગણી, તેણીએ મારા