________________
૧૧.
ખંડ : ૧ લો આત્મા હિતકર માર્ગોને અખત્યાર કરવાને બદલે આવા . ભયંકર માર્ગોને અખત્યાર કરે એ કેમ જ બને ? ત્યારે દુષ્ટ ઈરાદાથી પર્વતકની માતા વસુ રાજા પાસે પહોંચી ત્યારે વસુ રાજાને ખબર ન હતી કે માતા મારી. પાસે અસત્ય ભાષણ કરાવવા આવેલ છે. આથી પાઠકને પિતા તુલ્ય માનનારા તે વસુ રાજાએ પિતાને આંગણે આવેલ માતાનું અદ્ભુત્થાન કરવા દ્વારા સન્માન કર્યું પછી ઉમે ઉમે જ પ્રણામપૂર્વક વસુ રાજાએ માતાને આવવાનું કારણ પૂછ્યું. તેણીએ પણ આવી રીતિએ એકાંતમાં આવવાનું પ્રયોજન પ્રદર્શિત કરતા કહ્યું કે હે પુત્ર જે પૂર્વદત્ત પ્રીનવર તારા મરણમાં હોય તે હું એ વરને માગું છું ! આ પ્રશ્નના ઉત્તરમાં ભક્ત હૃદયવાલા રાજાએ કહ્યું કે માતા ! મેં આપેલા વરને હું સારી રીતે યાદ કરું છું. હે માતા! આપ મને એ વરના ઋણથી મુક્ત કરે. અને આપને જે રૂચે તે માગે. આ પ્રમાણે રાજાએ કહે છતે માતાએ સઘળાય
વ્યતિકર જણાવ્યો. સઘળાય વ્યતિકરને જણાવ્યા બાદ તેણીએ કહ્યું કે સર્વ પ્રકારે તારા ભાઈની જીભને તું બચાવ. માતાની એ પ્રકારની માગણીને રાજા વસુ એકદમ સ્વીકાર કરે એ શક્ય નથી પણ તેની સ્થિતિ કફોડી છે. પોતે વરદાન દ્વારા બધાએલે છે. માંગણી કરનાર માતા તુલ્ય ગુરૂપત્ની છે. અને માંગણી પણ પિતાના સહાધ્યાયી જ નહિ પણ ગુરૂ, પુત્રની જીભ દાતી અટકે એ માટેની છે. વળી માગણી કરનાર ધાર્યું કરાવવાને માટે ગમે તેમ બેલીને પણ ક્ષેભ. પમાડે એવી છે. આમ છતાં પણ રાજા જે ધારત તે બચી.