________________
૧૪૮
સોધ યાને ધર્મનું સ્વરૂપ પાસે બેલાવ્યાં. ઉદાય આવીને કુમારપાળને નમસ્કાર કરે છે અને કહે છે. બાપુ ! આજ્ઞા ફરમાવે. આ સમયે કુમારપાળ પિતાનું ઢાંકેલું શરીર ખુલ્લુ કરીને ઉદાયન મંત્રીને બતાવે છે. આ જોઈને ઉદયન ગભરાઈ જાય છે. રાજા બેલ્યા. હે મંત્રીશ્વર આમાં ગભરાઓ છે શું ? મને જે કોઢ થયો છે તેનું મને સહેજ દુખ નથી. ફક્ત મારા નિમિત્તે મારે ધર્મ નિંદા ન જોઈએ. મારા કર્મોદયથી દ્વપી લેકો આ તકનો લાભ લઈ જિનધર્મની નિંદા કર્યા વિના રહેશે નહિ. તેથી મને દુઃખ થાય છે (જુઓ કુમારપાળને સ્વધર્મની કેટલી કિંમત હતી) માટે એક લાકડાની ચિતા ખડકને મારા શરીરને જલાવી દે તે કોઈ પણ આ રોગ જાણી શકશો નહિ. ત્યારે ઉદાયન મંત્રીએ કહ્યું કે રાજા ઉતાવળ કરે નહિ. હું પહેલા આપણા ગુરૂ હેમચંદ્રાચાર્ય પાસે જઈ આવું. મંત્રીએ ગુરૂ પાસે આવીને વાત કરી ત્યારે હેમચંદ્રાચાર્ય સૂરિજીએ કીધું કે આ વાસક્ષેપ અને પાણી લઈ જાઓ અને રાજાને છાંટો, મંત્રીએ રાજા પાસે આવીને ગુરુએ આપેલ પાણી અને વાસક્ષેપ છાંટે! તે જોત-જોતામાં કુમારપાળનું શરીર નિરોગી બની ગયું એટલું જ નહિ પણ દેદીપ્યમાન કાંતિવાળું બની ગયું. એટલે આ જૈન શાસનને અપૂર્વ મહિમા છે. તેમ તેને શ્રદ્ધા થઈ. આ ધર્મની કરી હતી તેમાં પાર ઉતર્યા. આવા આત્માનું જ જૈન શાસનના અધિષ્ઠાયક દેવે રક્ષણ કરે છે. કુમારપાળ ગુરદર્શન કરવા જઈ રહ્યા છે. ઉપાશ્રયમાં પેસતાં કરૂણ સ્વરે