________________
અંડ : ૧ લો
૧૪૭ પણ દૈવત ન હતું કે પોતાનું શરીર પણ સાચવી ન શકી ? મૂર્તિ તે જડ છે પણ તે જ નામવાળી સાક્ષાત્ દેવી તે કોપાયમાન બની અને જ્યાં કુમારપાળ સૂતા હતાં ત્યાં આવી એકદમ ક્રોધમાં બોલી તે મારું ઘર અપમાન કર્યું છે. કુમારપાળ દેવીને કહ્યું કે હે દેવી ! તમે તે માતા કહેવાઓ ! માતા કઈ સંતાનને ભેગ છે ખરી ! મારા પૂર્વજો ધર્મ તત્વને જાણતા ન હતા પણ હું ધર્મ તત્વને જાણું છું. મારા પૂર્વજોએ જે હિંસા કરી છે તે પણ મને કોરી ખાય છે. હવે હું એ હિંસા શી રીતે કરવાને ! મારા પ્રાણને બલિદાનથી પણ હું કોઈ દિવસ તે પાપ કરવાનું નથી. કુમારપાળના વચને સાંભળી કુળદેવી વધુ કોપાયમાન થઈ કુમારપાળ દેવીથી રહેજ પણ ગભરાયા નહિ. છેવટે દેવીએ કુમારપાળનું આખું શરીર કોઢથી ઘેરાવી દીધું. છતાં પણ ગભરાયા નહી. (જુઓ સાચા ધર્મ ઉપર કેટલી શ્રદ્ધા કહેવાય!) અને વિચાર કર્યો કે મને રેગ આવ્યો છે તે મારા પૂર્વકૃત કર્મોનું ફળ છે. પ્રાણીમાત્રને પિતાના કર્મ અવશ્ય ભગ વવા પડે છે. દેવી તે ફક્ત નિમિત્ત માત્ર છે. એ બિચારી મારું શું કરી શકવાની છે ? જે તેનામાં સામર્થ્ય હોત તે મંદિરમાં પૂરાયેલા પાને કેમ કાંઈ કરી શકી નહિ ? માટે મને જે રોગ થયો છે તે મારા કર્મનું જ ફળ છે. આ વિચાર થતાં કુમારપાળને બીજો વિચાર થઈ આવ્યું કે મારા કર્મોદય નિમિત્તે શ્રી જિનધર્મ નિદાવા પામે નહિ એ માટે ખાસ ધ્યાન કરવું જોઈએ, તેથી તેમણે પિતાના વિશ્વાસુ અને જિન ધર્મના રોગી શ્રી ઉદાયન મંત્રીને પિતાની