________________
ખંડ : ૧ લે
૧૫૩
ભગવાનને ભૂલતા નથી. અને પાપ કરતાં બહુ જ સાવચેત રહે છે. અને ધર્મને ભુલતા નથી. સંપત ગઈ તે સાંપડે. ગયા વળે છે વહાણ પણ ગયા અવસર આવે નહિ, ગયા ન આવે પ્રાણુ.
ગયેલ ટાઈમ પાછા આવતા નથી તેમ પ્રાણ પણ પાછા આવતાં નથી એટલે તે ભગવાને કહ્યું છે કે, થાય તે ધર્મ કરી લે, નહિ તે દેવદુર્લભ મનુષ્ય ભવ ચાલ્યા જશે એટલે પાછળથી પસ્તા કરવાથી કાંઈ વળશે નહિ. રાત ગુમાઈ સેવને દિવસ ગુમાવ્યા ખાય; હીરા જે મનુષ્યભવ, કરડી બદલે જાય.
આ હીરા જેવા માનવ ભવ તેને ધર્મ વગરને કરી દેશે તે કવડીના મૂલ્ય ફેકટમાં જશે. કર્મ કરે એ કઈ ન કરે. મૂર્ખ તજ અભિમાન; ઉત્તમ ભાવ ચાલ્યા જશે. ધર અરિહંતનું ધ્યાન, (૧) ઉત્તમ તીરથ માતાપિતા, શેત્રુંજય ગીરનાર; ઘણું તથ્ય એ કહ્યા, એ નર ને નાર, (૨) પહાડ જંગલ કે શહેરમાં, મૃત્યુ નહિ છેડનાર; કર્મ જેવા કીધા હશે, તેવા ફળી ભેગવનાર. (૩) ઉત્તમ તેને કહે. સજજન સંબંધી મિત્ર; આત્મ કલ્યાણનો ખરે, બતાવે માર્ગ પવિત્ર. () ઉત્તમ વૈભવ ધન તણે, ગર્વ ન કર મનમાંય; રખડયા રામ જેવા રાજવી, કર્મ છોડ્યા નહિ. (૫)
પી વિષ વેલડી વૃક્ષ, અમૃત ફળને ચાહે હરિ હિરાદિક સેવતાં, ઉત્તમ સુખ ન લહે. (૬)